________________
૬૮ છો, માટીની જેમ તમે તેને ઘાટ ઘડવા માંગો છો. તમારું કહ્યું ન કરે ત્યાં તુરત જ તમને ધિક્કાર ઉત્પન્ન થાય છે. ક્રોધ ઉત્પન્ન થાય છે.
• તમે તમારા પ્રેમપાત્રને મુક્ત રીતે જીવવા ન દો તો તેનાથી તેનો વિકાસ પણ રૂંધાઈ જાય છે. માણસ ભૂલોમાંથી શીખે છે. વિકાસ માટે જુદી જુદી જાતનાં દુઃખો સહન કરવાં જરૂરી છે. સર્વ વિકાસમાં સ્વાર્થત્યાગસહનશીલતા અનિવાર્ય છે. ગ્રેજ્યુએટ થવા માટે રમતગમત, મનોરંજન વિ. મૂકી દેવાં પડે છે. માતા ગર્ભધારણ કરી માતૃત્વનો આનંદ મેળવવા પ્રસવ વેદના વિ. કેટલું બધું સહન કરે છે! આસક્તિ રહિત પ્રેમ માટે પોતાનો અહ, પશુવૃત્તિ પરિગ્રહવૃત્તિ વિ. ઘણું છોડવું પડે છે.
તેથી જે કંપની અને કર્મનું વિજ્ઞાન જાણે છે તે લોકો તેનાથી અજ્ઞાત લોકો કરતાં જુદી રીતે જીવે છે. તે જાણે છે કે અંદરના કષાયો કંપનો ઉત્પન્ન કરે છે, જે કર્મબંધ કરે છે. તેથી તેઓ મુખ્યત્વે જીવનમાં “સંવર-કર્મબંધને અટકાવવાનો પ્રચંડ પુરુષાર્થ કરે છે. તેથી જેમ રેડિયો સ્ટેશન યા ટી.વી. સ્ટેશન પર માઈક આગળ ઊભેલો માણસ બોલતાં પહેલાં ચેષ્ટા કરતાં પહેલાં શાનિથી વિચારે છે, તેમ દુનિયામાં માણસ મમ-વચન-કાયાની કોઈપણ પ્રવૃત્તિ કરતાં પહેલાં કેવો કર્મબંધ થશે તે વિચારે છે. કારણ કે આ બંધ મુજબ તેને ફળ મળવાનું છે. જેવાં સંવેદનો ફેંકો તેવાં પાછાં ફરે છે. ભાવના તેવું ફળ.
એક કથા આ સિદ્ધાનને વધુ સ્પષ્ટ કરશે. એક પ્રૌઢ