________________
૪૪
પોતાના મહેલના ઝરુખામાં સંધ્યાકાળે ઊભો હતો. વર્ષાઋતુ હોવાના કારણે સપ્તરંગી સુંદર મેઘધનુષ્ય રચાયેલું હતું. પ્રકૃતિના આ સૌન્દર્યથી તેને ખૂબ આનંદ થયો.
આ ક્ષણિક સુખને મેઘધનુષના રંગોની ઉપમા આપવામાં આવે છે. મેઘધનુષના રંગો વીખરાઈ ગયા. સર્વત્ર અંધકાર વ્યાપી ગયો.
તેજીને ટકોરો ઘણો' છે.
પ્રજ્ઞાવાન્ પુરુષોને અલ્પ નિમિત્ત પણ બોધ આપી જાય છે. આવા અપ્રતિમ સૌન્દર્યનો વિલય અને અંધકારનું અવતરવું આ નિમિત્તથી રાજાએ વિચાર્યું, “મારું જીવન પણ શું આવું નથી ? હું ક્ષણિક સુખમાં આનંદ પામતો હતો, પણ તે સંધ્યાના રંગ-મેઘધનુષ જેવું નથી ? પળે પળે મારું મરણ થઈ રહ્યું છે. વીતી ગયેલું આયુષ્ય પાછું આવવાનું નથી. યુવાનીના રંગો વીખરાઈ જાય તે પહેલાં મારે ચેતી જવું જોઈએ. મનુષ્યજીવનની સફળતા માટે મારે કાંઈક કરી લેવું જોઈએ.”
રાજા એટલા બધા ઊંડા આત્મચિંતનમાં ઊતરી ગયો કે તેણે ત્યાં ને ત્યાં જ પોતાની પૂર્વની કુટેવો-વ્યસનો છોડી દીધાં. સૂર્યાસ્તનાં વિખરાતા રંગે તેના આત્માને જાગૃત કર્યો હતો, જેનાથી તેના જીવનનું ઊર્વીકરણ થઈ ગયું. આ પ્રસંગ સૂર્યાસ્ત તેમનો ગુરુ બન્યો.
ધ્યાન આ છે. ચેતનાનું સંપૂર્ણ શુદ્ધિ કરણ-અંદર રહેલી વિશ્વવ્યાપી અવિનાશી સુષુપ્ત શકિતનું પ્રગટીકરણ.