________________
૧૧
કોશીષ કરે છે. જ્યારે ચેતના ગતિ કરે છે ત્યારે તે પોતાના સ્વરૂપનું સંપૂર્ણ જ્ઞાન, પ્રેમાળ-શાંત સ્વભાવ વિ. ગુણો પ્રગટ કરવાની દિશા પકડે છે. ઉપર જવાની પ્રક્રિયા સૌથી ઊંચું શિખર પૂર્ણતા-કેવળજ્ઞાન-કેવળદર્શન-કેવળચારિત્ર સિદ્ધશિલા પર પહોંચ્યા પછી જ અટકે છે. જીવની વિશ્વ પ્રત્યેની પોતાની કર્મના લેણદેણની જવાબદારીઓ પૂરી કરવી જોઈએ, અને હ્રદયની બધી કર્કશ ધાર ને મૃદુ બનાવવી જોઈએ.
આ પ્રાચીન તત્ત્વજ્ઞાન મુજબ આકાશતત્ત્વ તે છે જે બધી વસ્તુઓને રહેવાનો, તેમની પ્રકૃતિ મુજબ ગતિ અને વિકાસ કરવાનો અવકાશ આપે છે. આકાશનો અર્થ બાહ્ય તેમજ આંતરિક અવકાશ આંતરિક જીવનથી વાકેફ થવાય છે. તમારા શ્વાસનો સ્પર્શ કરો એટલે આશનો સ્પર્શ થાય. મૈત્રી વૃદ્ધિ પામતાં વિશાલ આકાશમાંથી આવતી શાંતિનો તમે અંદરથી અનુભવ કરી શકો છો. આ લાગણીથી તમારું આખું શરીર ભરાઈ જાય છે. તેથી સ્વાભાવિક રીતે તમે શરીરની મયાર્દાઓને વટાવી જઇ શકો છો. અને તમારી આજુબાજુ વિસ્તાર પામતા આકાશનું સર્જન કરી શકો છો. આત્મપ્રગતિનું અહિત કરનાર દિવાલો, અંતરાયો, બાહ્ય રૂપોની આસક્તિ તમે તોડી નાંખી તમારી જાતને જીવ સાથે ભળી જતી જોઈ શકો છો. તમે તમારી જાત અને બધા સિદ્ધના જીવો સાથે જીવંત સંબંધ અનુભવી શકો છે.
-
જાગૃતિમાં કોલાહલ અદશ્ય થાય છે. સંઘર્ષ કરવા જેવું કોઈ નિમિત્ત નથી. વિરોધાભાસી દૃષ્ટિબિંદુઓ વચ્ચે કોઈ યુદ્ધ થતું નથી. તમે અનંત આકાશમાં ભળી જાવ છો.