________________
૭૦
પોતાની હારને આમંત્રે છે. એકાંતની ક્ષણોમાં આપણે અશુભ વિચારો કરીએ છીએ-જેનું મનન વધતાં તે એવાં ચીકણાં બને છે કે જેનો નાશ કઠિન છે. તેનાં ફળ ભોગવવાં જ પડે.
આ વિશ્વમાં દરેક ક્ષણે કંપનો ઉત્પન્ન થાય છે. વસ્તુઓનું પરિવર્તન થાય છે. તેથી જ ઊંચામાં ઊચું ધ્યાન આત્મજાગૃતિ છે. આ જાગૃતિમાં તમે ગમે તે પ્રવૃત્તિ કરતા હો છતાં તમારું ધ્યાન ઉપયોગમાં છે, તમારી દરેક પ્રવૃત્તિથી કયા પ્રકારનાં કંપનો ઊભાં થાય છે તેની તમને સતત જાગૃતિ છે.
આવી સતત જાગૃતિથી જીવન આનંદની પ્રક્રિયા બને છે, સમૃદ્ધિનો પથ બને છે. સમૃદ્ધિ એટલે શું! સમૃદ્ધિ એટલે અંતરાત્માના અવાજ પ્રમાણે મુક્ત રહીને જીવવાની વતંત્રતા, તમારે જેની પર કાબૂ મેળવવો હોય તેનો કાબૂ મેળવવો, બીજાને રચનાત્મક રીતે પ્રભાવિત કરવા, અને તમારા તંત્રને નીરોગી વિચારોથી ભરવું. વિશ્વનો નિયમ ગરીબીનો નથી. આપણે જો શારીરિક, માનસિક યા આધ્યાત્મિક દષ્ટિથી દરિદ્ર લાગતા હોઈએ તો, તેનું કારણ આપણા જીવન અને વિચાર પ્રત્યેના આપણા અભિગમમાં કાંઈક ખામી છે.
આ તત્ત્વજ્ઞાન આપણને બીજા કોઈની કૃપા, મહેરબાની યા પક્ષપાત પર આધાર રાખવાની મના કરે છે. આ સિદ્ધાન સૂર્ય અને વરસાદના જેવો છે. સૂર્ય અને વરસાદ બધા માટે છે, પછી “મારા ભગવાન, તમારું સ્વર્ગ,