Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 82
________________ - ૭૫ પ્રાયશ્ચિત્ત, ધ્યાન, વિનય વિ.ને પણ કર્મબંધને નાશ કરનાર તીવ્ર તપ કહ્યું છે, જેનાથી જૂનાં અશુભ તત્ત્વ બળી જાય છે. ધ્યાન તો મહાઅનલ છે. તેથી સંવર અને નિર્જરા આ બે ઉપાયોથી ચેતનાશક્તિની ગુલામીમાંથી, કર્મબંધનમાંથી મુક્ત થઈ શકે છે. તળાવના જૂના-ગંદા પાણીને સૂકવી દેવામાં આવે, પછી પાળ બાંધવામાં આવે, પછી સ્વચ્છ નહેર મારફત નવું તાજુ શુદ્ધ સુગંધી પાણી અંદર દાખલ કરવામાં આવે તેવી આ ક્રિયા છે. જૈનદર્શનનો સાર બે જ શબ્દોમાં કહેવો હોય તો તે છે “સંવર અને નિર્જરા.” આ પ્રક્રિયાથી તમારું શરીર આત્માને રહેવા માટેનું એક પવિત્ર, સુંદર મંદિર બની જશે. પછી તમારું મન એ મિથ્યા તર્કો, ધૃણા અને અશુભ વિચારોનું સંકુચિત સંગ્રહસ્થાન નહીં બને. તમે સ્વયં દિવ્ય પુરુષ-બની જશો. વિશ્વના સઘળા આશીર્વાદ, વગર આમંત્રણે સામે પગલે ખેંચાઈ આવશે. તમારો આત્મા વિશ્વપ્રેમથી સમૃદ્ધ બની જશે. કર્મવિજ્ઞાન સમજવામાં આવે તો વ્યક્તિ પોતાના ભાગ્યનો ઘડવૈયો બની શકે. તેના મુદ્દા નીચે મુજબ છેઃ શુભ વિચાર જ કરો. શુભ કંપનો ફેંકો જેથી બંધ થાય તો સ્વ-પર-હિતકારી શુભવેદ જ થાય. આને શાસ્ત્રીય પરિભાષામાં પુણ્યાનુબંધી પુણ્ય કહે છે, પુણ્યના ઉદયથી

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86