Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 80
________________ આપણે ક્રોધ કરીએ તો ક્રોધનાં કંપનો પ્રસરે છે, તેથી સામી વ્યક્તિને પણ ક્રોધ થાય છે. મહાવીરે પ્રેમની નદી વહાવી તો આવો ભયંકર સર્પ પણ શાંત થઈ ગયો. વિચારનાં કંપનો શરીરના કોષાણુઓ પર અસર કરે છે. તમારે નીરોગી જીવન જીવવું હોય તો શુભ વિચારો કરો-શુભ કંપનો પ્રસારો. તમારા કેન્દ્રમાં પ્રેમનું લોહચુંબક છે, તેથી વિશ્વભરમાં પ્રસરી રહેલ શુભ કંપનો તમે ગ્રહણ કરી શકો છો. આ ગ્રહણ પ્રક્રિયા માટેની જાગૃતિ જોઈએ. અર્થાત્ સારી ભાષામાં તમારા મન-વચન-કાયાની પ્રવૃત્તિ એવી હોવી જોઈએ કે જેથી તમે શુભ કંપનો પ્રસારી, શુભ કર્મબંધ કરી પુરયના ઉદય સમયે બીજાને પણ સુખશાનિમાં સહાયક બનો. તેથી હવે આપણે એ જાણી શકીએ કે આપણામાં જે ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે તે ખરેખર શુભ છે કે અશુભ ! આ જાગૃતિમાં સમજાય કે અશુભ એટલે આત્માને-સ્વ-પર અહિતકારી હોય. દાત. ક્રોધ, ધિક્કાર, ઈર્ષ્યા, સંઘર્ષ, આસક્તિ, માયા, પ્રપંચ, ઘમંડ વિ. જેનાથી અશુભ કંપનો ઉત્પન્ન થઈ અશુભ કર્મજ ખેંચી અશુભ કર્મબંધ થાય તેનાથી શારીરિક માનસિક-આધ્યાત્મિક એમ સર્વાગી પતન થાય. આત્માની અનંત શક્તિની ઓળખાણ સુધ્ધાં ન થાય. આત્મામાં અનંત શક્તિ છે, આ અશુબ કર્મબંધ તેને આવરે છે. અશુભ કર્મબંધ લોખંડની બેડી જેવા છે, જેને તોડવા ખૂબ મુશ્કેલ છે. તે જ રીતે શુભ કર્મબંધ પણ છેતો બેડી, પણ તે છે સોનાની. તેનાથી બાહ્ય સુખ સગવડ

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86