Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 78
________________ ૭૧ હું તમને સાંભળું તો મારા ભગવાન નાખુશ થશે” વિ. સંકુચિતતા માટે અવકાશ જ ન રહે. જે સ્વર્ગમાં ઝઘડા અને પક્ષપાત હોય ત્યાં કેવી દુઃખદ સ્થિતિ થાય ! આપણે એ ફેમ સમજતા નથી કે આપણે પોતે જ માનસિક વિભાગો ઊભા કર્યા છે. આ મતભેદોમાં કટ્ટર ઝનૂનવાદી સંપ્રદાયોનાં, ધર્મોને નામે થતાં હિંસક યુદ્ધોનાં કારણો એ છે કે આપણે વરસાદ, પવન અને સૂર્યપ્રકાશની સર્વવ્યાપકતા અને નિષ્પક્ષતા સમજયા નથી. આપણે એ સમજયા નથી કે વિશ્વનાં સ્પંદનો બધા માટે એકસરખાં ખુલ્લાં છે. આપણે આ સ્પંદનોના સમુદ્રમાં, આપણાં શઢ ખોલી નાવ ચલાવવી જોઈએ. આપણા મનને ખુલ્લું મૂકી, સતત જાગ્રત બનીએ તો વિશ્વના હરહમેશ તૈયાર આશીર્વાદોના પવનથી આપણી નાવને સામે કિનારે આનન્દથી લઈ જઈ શકીએ. આપણી દૃષ્ટિ બદલાય તો આપણી ગ્રહણશક્તિ પણ વધી જાય. આ જ સાચી સમ્યગ્દષ્ટિ છે. ભગવાન મહાવીરે જ્યારથી રાજ્ય, સગાંવ્હાલહાં બધાનો ત્યાગ કર્યો, ત્યારથી તે રાગ-દ્વેષ રહિત થઈ નિર્ભયતાથી રહેવા લાગ્યા. તેમની દશા પૂર્ણ સંતુલનની હતી. તેઓ પ્રેમથી સમૃદ્ધ હતા. લોકો તેમને પૂજે કે ધિક્કારે, નિંઢે કે પ્રશંસા કરે તેમણે પોતાના જીવનની હરેક ક્ષણ પ્રેમપૂર્ણ બનાવી દીધી. પ્રેમને તેમણે જીવનનો પ્રક્રિયા-પ્રયોગ બનાવ્યો. એક વખત ભગવાન મહાવીર પાદવિહાર કરતા

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86