Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 76
________________ ૬૯ સ્ત્રી પોતાની યુવાન દીકરી સાથે દસ માઈલ દૂર એક ગામમાં સગાંવહાલાંને મળવા જતી હતી. ઘણું ચાલ્યા પછી છોકરી થાકી ગઈ. આ વખતે રસ્તામાં એક માણસ ઊંટ પર બેસીને આવ્યો. પ્રોઢાએ આ ઊંટસવારને તેની છોકરીને ઊંટ પર બેસાડી સગાંના ગામે પહોંચાડવા વિનંતી કરી. ઊંટસવારને તે વખતે આ માંગણી ન ગમી એટલે છોકરીને ઊંટ પર બેસાડવા ઈન્કાર કર્યો, અને ત્યાંથી આગળ વધ્યો. થોડાક સમયમાં તે માણસનો વિચાર બદલાઈ ગયો. તેને વિચાર આવ્યો કે “હું કેવો મૂર્ખ છું કે આવી સુંદર કન્યા અને તેનાં મૂલ્યવાન ઘરેણાં બનેને જવા દીધાં. ઊંટ પર બેસાડી હોત તો આ બન્નેનો લાભ મળી શકત. પાછો જઈ કન્યાને લઈ આવું.” આ દરમ્યાન પેલી પ્રૌઢાના વિચારો પણ બદલાયા. તેનેય વિચાર આવ્યો કે “હું કેવી મૂર્ખ કે આવા અજાણ્યા માણસ સાથે ઘરેણાં પહેરાવેલ મારી સુંદર યુવાન પુત્રીને મોકલવાનું મેં વિચાર્યું? આવી મૂર્ખાઈથી શું ને શું ન થાત !” ત્યાં આગળ જતાં ઊંટસવારે આ યુવાન કન્યાને ઊંટ પર બેસાડી લઈ જવાની તૈયારી બતાવી. પેલી પ્રૌઢાએ હસીને જવાબ આપ્યો કે, “તને કહી ગયો તે મને કહી ગયો !” તને જે વિચાર આવ્યો તેનો મને અણસાર થઈ ગયો! પહેલાં મેં ‘હા’ કહી ત્યારે તે “ના” કહી, તે વખતે આપણે બને પ્રામાણિક હતાં. પણ હવે તારા મનમાં પાપ ભરાયું છે, જેથી મારા મનમાં પણ શંકા જન્મી છે.” • જે માણસ પ્રકૃતિનો આ નિયમ સમજતો નથી, તે

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86