Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 74
________________ આ કર્મબંધન તમારી શુદ્ધ ચેતનાને આવરી તેના સંપર્કના અનુભવને અટકાવે છે. આ કર્મરજની-બંધનની ઘનતા યા મંદતાની આધાર તમારા કષાયોની ઘનતા યા મંદતા પર આધાર રાખે છે. આ કર્મબંધનથી ઘણા શારિરીક અને માનસિક રોગો પણ ઉત્પન્ન થાય છે. આ કર્મો શું છે ? વિશ્વમાંથી ખેંચેલી કર્મર આત્મા સાથે ચોટે એટલે તે કર્મ બને છે. આ પ્રક્રિયા અતિ સૂકમ ચેતના સાથે આ કર્મર ત્યારે જ ચટે જ્યારે આત્મા પ્રમાદમાં હોય, જાગૃત ન હોય. પ્રમાદ અવસ્થામાં રાગ યા ઠેષ ઉત્પન્ન થાય છે. રાગ કેવી રીતે ઉત્પન્ન થાય છે! પ્રેમનું જ્યારે વાસનામાં રૂપાંતર થાય છે ત્યારે તે પ્રેમ રહેતો નથી. શરીર-રૂપનું આકર્ષણ એ વાસના છે. આત્માના ગુણોનું આકર્ષણ એ પ્રેમ છે. વાસના બંધનરૂપ બની ઘૂણામાં પરિણામે છે. આસક્તિ પરિગ્રહ કરાવે છે - જ્યારે તમારામાં ઉડી પરિગ્રહવૃત્તિ હોય છે ત્યારે તમે બીજી વ્યક્તિને ખિસ્સામાં રાખવાની વસ્તુ માની તેની સ્વતંત્રતા ઝૂંટવી લો છો. તેનું વ્યક્તિત્વ મિટાવી દઈ તમારી ઈચ્છાનું રમકડું બનાવવા માંગો છો. - તમારું પ્રેમમાત્ર બીજી કોઈ તમારી અણગમતી વ્યક્તિ સાથે વાત ન કરે, તેવું તમે ઈચ્છો છો. શત્રુનો શત્રુ તમારો મિત્ર બને છે. શત્રુનો મિત્ર તમારો મિત્ર બની શકતો નથી. તેથી તમારી અંધ ઈચ્છાઓ દ્વારા તમે બીજાને જુઓ

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86