Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 73
________________ પ્રતિચ્છાયા સફર કરે છે તેવું નથી, પણ તમે જે કંઈ વિચારો તે પણ વિશ્વમાં પ્રસરી ઘૂમીને પડઘાની માફક પાછું ફરે છે. આપણે જો વિશ્વમાંથી સુંદરતા મેળવવી હોય તો મૈત્રીપૂર્ણ શુભ વિચારો પ્રસારવા જોઈએ, આપણે જો અશુભ કંપનો ફેંકીએ તો સારાં કંપનો અને શાનિ શી રીતે મળે! આપણી અશુભ ભાવનાનાં અશુભ ફળો મળે એમાં નવાઈ જેવું શું છે ? જેમ શબ્દ, ચિત્ર વિ. મેળવવા યોગ્ય રેડિયો સ્ટેશન યા ટેલિવીઝનની ચેનલ યા નંબર મેળવવા પડે, તેમ વિશ્વમાંથી સુંદર કંપનો મેળવવા પણ યોગ્ય કેન્દ્રોનો સ્પર્શ કરવો પડે. આ માટે આપણાંમાં રસ અને બુદ્ધિ અને જરૂરી છે. આપણામાં બધી શક્તિ છે, પણ જેમ યોગ્ય સંચાલક વિના યંત્ર ન ચાલે તેમ આપણી શક્તિને પ્રગટ કરવા યોગ્ય રસ્તા પર ચાલવું પડે, જીવનનું આપણું આ જ ધ્યેય છે, આપણી મૌલિક શક્તિને કેવી રીતે પ્રગટ કરવી ! કર્મ વિજ્ઞાન એ વિશ્વ અને સ્વના ઊંડા દૃષ્ટાઓના જીવંત અનુભવ પર રચાયેલું વિજ્ઞાન છે. માત્ર શ્રદ્ધા નહિ, પણ તમારા પોતાના અનુભવથી આ તત્ત્વજ્ઞાનને કસવાનું કર્મની પ્રક્રિયા આ છે : જ્યારે તમને રાગ યા દ્વેષ થાય, ત્યારે કંપન ઉત્પન્ન થાય છે, જે વિશ્વમાં પ્રસરતાં કર્મરજને આકર્ષી તમારા પર ચોંટાડે છે, અને તમારી સ્પષ્ટ દષ્ટિને આવરે છે. ટેપ રેકોર્ડરના રેકોર્ડિંગ હેડ પર કચરો હોય તો ટેપનો અવાજ બરાબર ન સંભળાય, તેવી જ સ્થિતિ તમારા આત્માની થાય છે.

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86