Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 71
________________ ૬૪ બધા જીવો સુખ ઈચ્છે છે, કોઈને દુઃખ ગમતું નથી. તેથી તમને જેવું ગમે તેવું બીજ પ્રત્યે વોં. તમને ન ગમે તેવું બીજા પ્રતિ ન આચરો. - એક વખત એનીબેસન્ટ ભારતમાં આવ્યા. તેમને એક ફૂલ બહુ ગમતું હતું તેથી તે જ્યાં જ્યાં ગયા ત્યાં તે ફૂલનાં બીજો વાવ્યાં. તે કહેતાં કે “હું તમારી સામે બે કે ત્રણ દિવસ રહી. હવે તમારા ઘરમાં મારા પ્રેમના પ્રતિકરૂપે અતિપ્રિય આ ફૂલ વાવવું છે.” અને લોકો એક કૂંડું, થોડુંક ખાતર અને પાણી લાવતા અને પેલી બાઈ તેમાં આ ફૂલનાં બીજો વાવતી. આ રીતે મદ્રાસ, મુંબઈ, બેંગલોર વિગેરે સ્થળોએ તે જ્યાં ગયા ત્યાં આ બીજો ફૂટયાં. છોડ થયા ને ફૂલ આવ્યાં ને સુગંધ ફેલાવી. આનો એક જ સંદેશ છે, તમે જે ચાહો છો તે બીજાને આપો. તેથી થોડાક સમય માટે મૌન રાખી તમારું જીવનસ્વપ્ન શું છે તે શોધો. તમે જ્યારે તમારા સ્વપ્ન સાથે એકરસ થાવ છો, ત્યારે આ સ્વપ્ન સાકાર કરવા માટેનાં શુભ સ્પંદનોની શક્તિ મેળવો છો. પૂર્વપુણ્યથી મળેલી સમૃદ્ધિનો બીજા જરૂરતવાળા જીવોને લાભ આપવાથી ભૌતિક યા આધ્યાત્મિક અશુભ સ્વાર્થોધ વૃત્તિનો વિલય થાય છે. બધાં પરિવર્તનોની અંદર રહેલા અપરિવર્તનીય તત્ત્વ સાથેના સંપર્કથી તમે બધાની સાથે સંબંધ બાંધી શકશો. તમારા સ્વાર્થી “માંથી નીકળી જવાથી આખા વિશ્વમાં તમે વિસ્તરી જશો. સમસ્ત વિશ્વ તમારું કુટુંબ થશે.

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86