Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 70
________________ ૬૩ અશુભ કંપનો તમારામાં ઘર કરી બેઠાં છે, કારણ કે તે તમને અહિતકારક લાગતાં નથી. તેને તમે કાઢી મૂકવા પુરુષાર્થ કર્યો નથી. જ્યારે તમે સમજશો કે, “હું કોણ છું.” અને “હું તે કરી શકીશ” ત્યારે તમારામાં અદ્દભુત શક્તિ પ્રગટે છે. બીજા પર દોષારોપણ કરવાને બદલે તમે પોતે તેની જવાબદારી લો છો. હવે તમે જૂનાં અશુભ કંપનોનો વિલય કરવા શુભ કંપનોના ઉપયોગની કલા જાણો છો. તમારા મનમાં એવા વિચારો હોય કે જે તમને ચિંતા કરાવતા હોય, તમને ગમતા ન હોય - તેને યોગ્ય શબ્દોમાં બ્લેક, બોર્ડ પર લખો. પછી સફેદ પાટિઆ પર તમારે જે સંગીન રચનાત્મક ચીજો જોઈતી હોય તેની યાદી લખો. પછી કાળા પાટીયા પરની એક એક લીટી ભૂંસતા જાવ અને સફેદ પાટિઆ પર લખેલી લીટીઓ પૂરી એકાગ્રતાપૂર્વક વાંચી તે તમને મળી રહી છે તેવું કલ્પનાચિત્ર મગજમાં લાવો. આ રીતે તમારી ચેતનાની દિશા સંપૂર્ણ બદલાઈ જશે. જ્યારે તમારે શું જોઈએ છે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જાય, ત્યારે અનિચ્છનીય ચિત્ર પ્રતિ આકર્ષણ નહિ થાય. જ્યારે તમારી જાતને જાણો, ત્યારે તમારી તલાશ શી છે તે પણ ખબર પડશે અને તે પછી બીજની ઈચ્છાઓ પણ માલૂમ પડશે. પોતાની જાતને જાણ્યા વિના બીજને કેમ જાણી શકાય ? યોગશાસ્ત્રમાં લખ્યું છે કે : જ્યારે તમારામાં રહેલ આત્માનું તમને જ્ઞાન થાય, ત્યારે જ બીજાના આત્માનું જ્ઞાન થશે.

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86