Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 68
________________ ૬૧ આ કારણોને લીધે જ આ વિશ્વમાં તમારી કોપી જેવી બીજી કાર્બન વ્યક્તિ ક્યાંય મળશે નહિ! તમારું જીવનસ્વપ્ન જેટલું તમારા હ્રદયમાં ઊંડુ ઊતર્યું હોય તેટલું જ જીવન પ્રત્યેના જીવંત અભિગમની અને સ્વપ્નસિદ્ધિની નજીક આવી શકાય છે. દા.ત. જે આત્માઓ ઘણા લાંબા સમય સુધી-ત્રણ-ચાર ભય સુધી જગતના બધા આત્માઓને દુઃખ, પીડા, હિંસામાંથી બચાવવા, તેમને ધર્મ-રસિયાં કરવાની ઉત્કટ ભાવના રાખે છે કે તેમનો અણુઅણુ આ ભાવનાથી રંગાઈ જાય છે. કા અને દયાનાં આ સુંદર કંપનોથી તેઓ પાતાની બધી અશુભ ભાવનાઓ, અને કર્મોનો નાશ કરે છે. ધીરે ધીરે તેમની ચેતના બધા જીવોને મદદ કરવાની અને સુખી જોવાની ભાવનાથી સમૃદ્ધ બની જાય છે. આવા આત્માઓને પછી ભારે ચીકણાં કર્મોનો બંધ થઈ શકતો નથી. તેમનાં શુભ કંપનો-કર્મોથી તેઓ નીરોગી-સમૃદ્ધ-શક્તિશાળી માબાપને ત્યાં જન્મ લે છે. ગર્ભ ધારણ કરનાર માતા પણ અત્યંત પ્રભાવશાળી હોય છે. બાળકનો દરેક કોષાણુ એટલો બધો લોહચુંબકીય અને શક્તિશાળી હોય છે કે તેમના માત્ર સંપર્કમાં આવનાર વ્યક્તિનો ભાવોલ્લાસથી ઉદ્ધાર થાય છે. આ ભવમાં આ બાળકનો અવાજ મધુર હોય છે, ભાષાપ્રભુત્વ હોય છે, વ્યક્તિત્વ પ્રભાવશાળી હોય છે, જેથી તેમનું સ્વપ્ન બધા જીવોને દુઃખમાંથી બચાવી પ્રકાશ તરફ લાવવાનું સહજ-સરળ રીતે સિદ્ધ થાય છે. માનવજાત માટે આ દુનિયામાં કશું અશક્ય નથી.

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86