Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 67
________________ FO મૈત્રી અને કરૂણા ઉપજાવનાર અભયદાની સાતા વેદનીય દીર્ધાયુ બાંધે છે. " તમારું શરીર સુંદર હોય પણ બીજા કદરૂપાની મશ્કરી કરો, તેના પ્રતિ શબ્દો, સંજ્ઞાઓ, ઠઠ્ઠામશ્કરીઓ, હાસ્ય યા ધૃણા કરો તો તેનાથી અશુભ શરીર બંધાવનાર કર્મોને તમે આમંત્રણ આપો છો. તમે સ્વનિરીક્ષણ કરો. તમારામાં કોઈ ખામી દેખાય તો તમે તમારી જાતને કહો કે “પૂર્વે મેં અજ્ઞાનવશ કોઈની મશ્કરી કરી બીજાને પીડા પહોંચાડી છે. મારી ખામી મારા પૂર્વનાં આવાં અશુભ કર્મોને લીધે છે.” તમે અમુક માબાપને ત્યાં જન્મ્યા. શા માટે? તેનું પણ કારણ છે, કારણ કે કોઈ કાર્ય કારણ વગર થઈ ન શકે. આ માબાપ તમારી પસંદગીનાં છે યા તેમની પસંદગીનું તમે પાત્ર છો. પૂર્વભવના સંબંધો પર આધારિત આ ઊંચ યા નીચ ગોત્ર હોઈ શકે. પૂર્વનો સંબંધ જે પીડાજનક હશે તો તેનો બદલો લેવા તમે આવ્યા છો, અથવા તો માબાપનાં પુણ્ય પૂર્વકર્મોના ઉત્તરરૂપે તમે સેવા કરવા આવ્યા છો. સૌથી મહત્વનું છે તમારું જીવનસ્વ. તમારા ઘડતરની આ પ્રથમ મારી છે. તમારા વિશિષ્ટ વિચારો, ભાષા, કાર્યોના આધારે અર્થાત્ પૂર્વની મન-વચન કાયાની પ્રવૃત્તિથી બંધાયેલ કર્મો અનુસાર તમને આ ભવમાં એવું કુટુંબ મળશે જ્યાં તમારું પૂર્વભવનું જીવનસ્વખ સિદ્ધ થશે.

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86