Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 65
________________ * ૫૮ - છે. તમને તમારા જીવનનું ધ્યેય આ હદય જણાવે છે. તેથી હદયને સતત સાંભળો. આ આંતર અવાજના શ્રવણથી તમારો અદ્ભુત વિકાસ થશે. ભારતના એક કુટુંબનો નબીરો અમેરિકામાં અભ્યાસ કરતાં ત્યાં એક અમેરિકન કન્યા સાથે પ્રેમ થવાથી ત્યાં જ પરણી ગયો. વર અને વધૂ બને ભારત આવ્યાં. તેનાં કુટુંબીઓએ તેનો દેખાવ, ઊંચાઈ, વર્તણૂક વગેરે જોઈ ટીકા કરતાં કહ્યું, “આ તારી કેવી પસંદગી છે ? આ કઈ જાતની છોકરી છે!” પુત્રે જવાબ આપ્યો, “તેને જોવા તમારે મારી ચક્ષુદષ્ટિ જોઈશે. મારી દષ્ટિ વિના તમે તેને જોઈ નહિ શકો.” ઘરડાં માબાપ આનો મર્મ સમજયાં નહિ. એક વખત તેઓ મને મળ્યાં અને પૂછયું, “અમારો પુત્ર શું કહેવા માંગે છે ? તેની આંખો અમારે કેમ લેવી? અમારી આંખોમાં કંઈ ખામી છે? અમારી આંખો તેના જેવી નથી ?” આ પ્રશ્ન સંબંધનો કર્મના ઉદયમાં આવતાં કંપનોનો છે. કશુંક જોડે છે. કશુક તોડે છે હદયનું જોડાણ હોય ત્યાં વિકાસ થાય છે. તે એકબીજાની ખામી ચલાવી લે છે. તેઓ રચનાત્મક કર્મસંબંધમાં જોડાય છે-આસકિત અને લાલસાથી નહી, પણ પરસ્પરનાં વિકાસનાં વિનાશમાં કાં વિનાશના વિકાસમાં સહાયક થવા માટે. આ રીતે કર્મોના વિલય માટે આવાં જોડાણ કરનાર કર્મો વિકાસનો સુંદર માર્ગ બને છે. મિત્ર, ભાગીદાર, શિક્ષક, બાળક વિ. એકબીજાનો હાથ પકડવાથી આપણો વિકાસ થાય છે.

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86