Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 63
________________ ૫૬ આપણે જો અશુભ-ખંડનાત્મક આંદોલનો ફેંકયાં હશે તો આપણને દુઃખ અને પીડા મળશે. આપણે જે શુભ સર્જનાત્મક આંદોલનો ફેંકયાં હશે તો પડઘાની માફક સુખ અને આનંદ પાછાં ફરશે. આ આંદોલનો પડઘાની માફક પાછા ફરી આત્મા પર તે તે પ્રકારની કર્મજ ચોંટાડી તે તે પ્રકારનાં પરિણામો પ્રગટાવશે. આ આંદોલનો પૂર્વના અનેક ભવોનાં હોય, આ જ ભવનાં પૂર્વભાગનાં હોય અથવા તો ગઈકાલનાં પણ હોય. પણ તે આપણે જ ફેકેલાં છે. તેથી આપણને તે તે પ્રકારનાં ફળ આપે છે. આ શુભ-અશુભ પડઘાથી કર્મગાંઠ યા સંબંધો બંધાય છે. પણ એવો કોઈ ભૂતકાળ નથી કે જે આપણાં ભાવિ નક્કી કરી શકે. આધ્યાત્મિક વિકાસ માટે વર્તમાન ક્ષણ એ જ મહામૂલ્યવાન છે. આપણા ભૂતકાળનાં આંદલનોથી અમુક ગાંઠો બંધાઈ છે, જેને પૂર્ણ કરવા-છોડવાચા નાશ કરવા વર્તમાનકાળ જ ઉપયોગી છે. વર્તમાન જીવનની શી કિમત છે? આપણે એ કેવી રીતે કહી શકીએ કે વર્તમાનમાં બધું શકય છે! આનો ઉત્તર એ છે કે જીવે બાંધેલાં કર્મ જીવ જ છોડી શકે છે યા તેનું રૂપાંતરણ યા સંક્રમણ કરી શકે છે પૂર્વનાં અશુભ-ખંડનાત્મક કર્મોનો નાશ વર્તમાનનાં શુકલ ધ્યાનમાં સર્જનાત્મક આંદોલનોથી થઈ શકે છે. વર્તમાનમાં શુદ્ધ ભાવનાઓથી પૂર્વનાં અશુભ-શુભમાં સંક્રમણ થઈ શકે છે. (કર્મ-ઉદયમાં ન આવ્યા હોય, સત્તામાં હોય તો જ આ

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86