Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 61
________________ ૫૪ જાતને પૂછવું જોઈએ કે, “શું હું અનિચ્છનીય આંદોલનો ગ્રહણ કરું છું? આ આંદોલનો મને પ્રભાવિત ન કરે તે માટે હું શું કરું છું?” તમે તમારા અજ્ઞાત મનના શિકાર બનવાથી બચી શકો તો આવાં અશુભ ખંડનાત્મક આંદોલનોની ગુલામીમાંથી બચી શકો. હવે તમે તમારું કાર્ય અને જીવન તપાસો. તમારું કામ તનને પ્રસન્નતા આપે છે કે તમે તેનાથી થાકી જાઓ છો ? તમારી પ્રવૃત્તિઓ તમારા અનુભવોને વ્યાપક બનાવે છે કે તમે માત્ર પેટ ભરવા જીવો છો? તમે આનંદથી જીવન જીવો છો કે માત્ર ટકી રહેવા બધી શકિત વેડફી નાખો છો ? ઘણા લોકો કૃત્રિમ ઉત્તેજના મેળવવા નીકોટીન, કેફીન, પેપ પીલ્સ, ગાંજા-ચરસ મેન્ડેકસ, દારૂ, વહીસ્કી વગેરે માદક પદાર્થો, વ્યભિચાર-જુગાર જેવાં વ્યસનોનો આશ્રય લે છે. આ માટે તેમના પ્રત્યે ધૃણા કરવા જેવું પણ નથી. ગમે તેમ કરી જીવન જીવવા તેઓ આવું કરે છે. આ નશા વિના તેઓ જીવી શકે તેમ નથી, કારણ કે તેમને હંમેશાં ખંડનાત્મક આંદોલનો જ મળ્યા કરે છે. આપણામાંના દરેકે આપણી અંદર ઊંડા ઊતરી જોવું જોઈએ કે આવી વૃત્તિઓ આપણામાં પણ છે કે કેમ ? સાત્વિક જીવન જીવવા સાત્વિક આંદલનો મેળવવાં અત્યંત જરૂરી છે, અને આ માટે જીવનમાં પરિવર્તન લાવવું પડશે. આ પરિવર્તન કેવી રીતે લાવવું? (૧) વિશ્વમાં જે બનાવો સ્વતંત્ર રીતે બની રહ્યા છે,

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86