Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 60
________________ ૫૩ પછી આપણે આ જ તત્ત્વો બીજાને આપવા કેમ તૈયાર નથી? આ વિચારણાથી વિશ્વની સાથે વિશાળ આંતરસંબંધોમાં આપણે વહેતા થઈ શકીશું. આ પછી એક એવી સમજ પ્રગટ થશે, ત્યારે આપણને એમ લાગશે કે કોઈ પણ વ્યકિત એમ નહી બોલી શકે કે, મારે દુનિયાની કશી પડી નથી.” કોઈપણ વ્યકિત સંપૂર્ણ સ્વતંત્ર નથી યા પરવશ નથી, પણ આધ્યાત્મિક વિકાસના વિશ્વમાં સૌ એકબીજા પર આધારિત છે. હવે આંદોલનોની કક્ષા ઉપર આ પરસ્પર આધારનો સિદ્ધાંત સમજી આપણા જીવનની દરેક ક્ષણે આંદોલનો દ્વારા ચેતનાશકિત વહન કરવાની શકિત આપણે અનુભવીએ છીએ, જેમ ખોરાક શરીરમાં ગયા પછી શકિત બને છે, તેમ સર્જનાત્મક આંદોલનોવાળી વ્યકિત યા નિમિત્તના સંપર્કમાં આવતાં તમે પણ પ્રસન્ન થાઓ છો. આને બદલે તમે કોઈ ઉદાસ-શોકાતુર દીવેલ પીધા જેવા મોઢાવાળાને મળો ત્યારે તમે પણ થાકેલા અને શકિતહીન બની જાવ છો. તમને એમ લાગે છે કે તમને થાક લાગ્યો છે, પણ ખરી રીતે સામી વ્યક્તિ પાસેથી તમે તેવા પ્રકારનાં આંદોલનો મેળવીને થાકયા છો. આંદોલનોનો સિદ્ધાન્ત સમજયા પછી આપણને એ સમજાય છે કે શા માટે કેટલાક માણસો ઝડપી પ્રગતિ કરી વિકાસ સાધે છે ત્યારે કેટલાક ત્યાં ને ત્યાંજ રહે છે. અને કયારેક પીછેહઠ કરી પતન પણ પામે છે. કંપનો તમને આગળ વધારી શકે યા પાછા પાડી શકે તેથી તમારે તમારી

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86