Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 72
________________ (તમારાં કંપનોનું રૂપાંતર ' છે તમે કોઈ રેડિયો સ્ટેશન પર બોલવા જાવ, ત્યારે ત્યાં એક લાલબત્તી હોય છે, જે તમને એક સૂચન કરે છે કે તમે હવે આકાશવાણી પર છો. પછી તમે જે કાંઈ ત્યાં બોલો તે ચારે દિશામાં પ્રસરી જાય અને લાખો લોકો તેને સાંભળી શકે છે. ટેલિફોન, રેડિઓ, ટેલિવીઝન અને બીજી શોધોથી બસો વર્ષ પહેલાં જે ચમત્કારરૂપ લાગતું હતું તેને વૈજ્ઞાનિકોએ પુરવવાર કર્યું છે કે શબ્દને કોઇ અવરોધ નથી. શબ્દ સાગર પાર જઈ શકે છે, અને તમારા ધ્વનિનો પડઘો તમે પણ સાંભળી શકો છો. તમારી પ્રતિચ્છાયા ટેલિવીઝન મારફત અનેક માઈલો સુધી દૂર, વગર અવરોધે જઈ શકે છે, અને તમે પણ તે જોઈ શકો છો. વિશ્વમાં જ્યાં જ્યાં શબ્દ અને ચિત્રને ગ્રહણ કરનાર રેડિયો-ટેલિવીઝન વિ. સાધનો હોય ત્યાં આ વ્યવહાર ચાલે છે. જે બોલાય તે સંભળાય છે. જે દેખાય તે લાખ્ખો માઈલ દૂર જઈ શકે છે. જન્મથી આપણે રેડિઓ સ્ટેશનમાં છીએ. પણ જીવનમાં કોઈ લાલબત્તી નથી. જીવનમાં માત્ર શબ્દ યા

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86