________________
૭૪ સાતા મળે છે અને આસક્તિ તૂટતાં તે તૂટી જાય છે. પણ તે શુભ ત્યારે જ બની શકે જ્યારે તેનો ઉપયોગ ધિક્કારને સ્થાને પ્રેમ, ઈર્ષાને સ્થાને ગુણપ્રશંસા, ક્રૂરતાને બદલે કરુણા અને પ્રમાદને સ્થાને જાગૃતિને પ્રગટાવે. સોનાની બેડીનો સદુપયોગ થાય તો સુખશાનિ આપે, પણ જો દુરુપયોગ થાય તો દુઃખી બનાવે. પરોપકાર એ શ્રેષ્ઠ સદુપયોગ છે.
હવે આ કર્મર આત્મા સાથે ચોંટી જાય તે પહેલાં આપણે શું કરી શકીએ ? પ્રથમ ઉપાય છે, સંવર, કર્મપ્રવાહ આવી છે. અશુભ વિચારોને ઊગતા જ ટાળી દો. ગતિ જ ન કરવા દો, નહીં તો તે ભયંકર પાપ કરાવશે. બીજો ઉપાય છે નિર્જરા. જેનો અર્થ છે કર્મરજનું બાષ્પીભવન કરવું, ખંખેરી નાંખવું, બાળી મૂક્યું. અજ્ઞાનમાં કર્મબંધ થઈ જાય તો જ્યારે પણ ખબર પડે ત્યારે તેનો જાગૃતિપૂર્વકસંકલ્પપૂર્વક નાશ કરવો.
" તમે તમારી જાતને કહો, “આ વિચાર મારામાં ઘર કરી જશે તો હું કદી સુખી થઈ નહિ શકું. જેમ ભૂલથી પણ બાવળનાં બીજ જમીનમાં પડી જાય તો કાંટાળા બાવળનું ઝાડ ઊગે છે તેમ કર્મ ચોંટયા બાદ ભયંકર પરિણામો લાવે છે. તેથી જ જ્ઞાનીઓએ લખ્યું છે કે, “બંધ સમયે ચેતીએ, ઉદયે શો સંતાપ?” અર્થાત્ કર્મબંધ સમયે જ આત્માએ ખૂબ જાગૃત રહેવું પડે. તેથી પાપના અશુભ વિચાર સમયે તેના મૂળમાં જવાય. તમે અગ્નિની ભઠ્ઠીની જેમ તીવ્ર રીતે જાગૃત થઈ આ કર્મબંધને બાળી શકશો.
જૈનદર્શનના સ્વાધ્યાય, ઉચ્ચ વિચારો, અધ્યવસાયો