Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 58
________________ ૫૧ સાધન તરીકે સદુપયોગ કરતો જાય છે. જ્યારે આત્મશુદ્ધિ વધી જાય છે, ત્યારે તે શરીરનો ધર્મસાધન તરીકે ઉપયોગ કરી ચેતનાને પૂર્ણ બનાવે છે. હવે વિશ્વ સાથે આપણા આંતરસંબંધની દષ્ટિએ આત્મા અને પદાર્થ વચ્ચેના શક્તિશાળી સંબંધને તપાસીએ. નાનામાં નાનાથી મોટામાં મોટા બાહ્ય રૂપ-આકારમાં એક ક્ષણ યા એક દિવસ જેટલો અલ્પ સમય પસાર કરવામાં પણ આપણને વિશ્વની મદદની જરૂર પડે છે. આખું વિશ્વ આપણને જીવવા માટે મદદ કરી રહ્યું છે અને વિશ્વમાંથી આપણને જે કાંઈ મળે તેનું રૂપાંતર અને ઊર્ધીકરણ કરવાની જીવનમાં શકિત છે. હવા શ્વાસ બને છે. ખોરાકમાંથી લોહી અને બીજા કોશાણુ બને છે, જેનાથી આપણે જીવી શકીએ છીએ. એક કોશાણુમાંથી વિશ્વ સાથેનો આપણો સંબંધ શરૂ થયો. આપણે જ્યારે એ સમજીએ કે વિશ્વની સહાય વિના આપણી ઉન્નતિ થઈ ન હોત, યા એક પણ દિવસ જીવી ન શકત, ત્યારે આપણામાંથી કશું નીકળી જાય છે, ઓગળી જાય છે, તે બાદ વિશ્વ સાથેના આપણા સંબંધો સરળ અને સ્વાભાવિક બની જાય છે. પછી આપણે કોઈ પણ કાર્ય પ્રશંસા યા આભાર યા બીજું કોઈ વળતર મેળવવા નથી કરતા, કોઈની પર ઉપકાર કરવાની બુદ્ધિ રાખતા નથી, પણ કર્તવ્યરૂપે તે કરીએ છીએ. પછી આપણે દરેકને બીજા પાસેથી મદદ-ટેકો અને સંપ્રેરણા મેળવતો જોઈએ છીએ, જેથી આપણે વિશ્વ સાથે

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86