Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 57
________________ ૫૦ તેથી જ હું કોણ છું ?” તે ઘણો શક્તિશાળી અને પ્રગતિશીલ પ્રશ્ન છે. તેના જવાબની શોધથી માણસની વિચારવાની શકિત રૂપ છઠ્ઠી ઈન્દ્રિય પ્રગટ થાય છે. આ પ્રશ્ન પર સતત વિચાર કરવાથી ક્ષયોપશમ થતાં બોમ્બના ધડાકાની માફક આવરણો બળી જાય છે. જીવન અર્થપૂર્ણ બનાવી આગળ ને આગળ પ્રગતિ કરાવે છે. આ સાધનામાં તમારી પ્રગતિ કદાચ બાહ્ય દૃષ્ટિથી ન દેખાય, પણ તમે તમારા આંતરમનમાં ઊંડે ને ઊંડે ખોદી ઊંડા સંસ્કાર પાડી અશુભ આંદોલનોને દૂર કરી શુભ આંદોલનથી તેને સમૃદ્ધ બનાવો છો, આપણે એ જોયું કે ચેતના ભૌતિક પદાર્થમાંથી પ્રગટ થતી નથી, પણ ચેતનાથી પદાર્થો કાર્યશીલ બની શકે છે. જેમ દૂધ પાણીને દૂધનો રંગ આપી બન્ને એકરસ બને છે, તેમ જીવ' અને પદાર્થ એવા એક બની જાય છે કે બન્નેને અલગ ઓળખવા પણ મુશ્કેલ બની જાય છે. આ તત્ત્વજ્ઞાન મુજબ અનાદિકાળથી આત્મા અને પદાર્થ એકબીજા સાથે મળી રહેલા છે. માનવથી નીચી જાતના જીવોમાં જેમ માટી વનસ્પતિને દબાવી દે છે તેમ પદાર્થ પ્રધાન બની તેના આત્માને ભારે અને મલિન બનાવે છે. માનવ માટે જીવ અને પદાર્થ એકબીજા સાથે ભાગીદારીમાં જીવે છે. આધ્યાત્મિક વિકાસ માટેની માનવની મૌલિક શકિતની જેમ જેમ વધુ જાણ થાય છે તેમ તેમ આત્મા પદાર્થનો માલિક થતો જાય છે, અને તેનો આત્મશુદ્ધિના

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86