Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 55
________________ ક કર્મનાં કાનૂનમાં તમારો ફાળો શો છે ? આ વિશ્વમાં આપણું સ્થાન કયાં છે તેની ખબર ન પડે તો આપણી જાત સાથે સંબંધ કેમ બાંધી શકીએ ? લાગણી, અહમ્ નામ, શરીર – દેહભાવમાંથી બંધાયેલ આપણા “હુથી પેલી પાર જોવાની આપણી દૃષ્ટિ વિશાળ બની ન હોય તો આપણા “સ્વ'નો અનુભવ કરવાની નજીક પણ કેમ આવી શકીશું? ધ્યાનની પ્રક્રિયા દ્વારા આપણા વાસ્તવિક સ્વરની નજીક આવી શકીએ. આ મંજિલ પર પહોંચ્યા પછી જ આપણી અમરતાનું આપણને ભાન થાય છે આ અનુભવના અભાવમાં આપણા જીવનનો કોઈ સંગીન પાયો નંખાતો નથી. ધ્યાનનું ધ્યેય છે સુખના મૂળ સુધી જવું. જ્યાં ભયને કોઈ અવકાશ નથી, જ્યાં પ્રકાશવંત જીવન જ ઝબકે છે, ત્યાં આપણી સાથેનો આ રીતે સંબંધ બંધાય. આ અનુભવ દ્વારા આપણને એ સમજાય છે કે “” હતો, હું છું અને “હું” રહેવાનો છું. આ તત્ત્વની સમજણ થયા બાદ જ

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86