Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 53
________________ ૪૬ જેથી તેનો વિકાસ થતો નથી. તેનો પ્રકાશ દેખાતો નથી, તેની શકિત અનુભવાતી નથી. આ શોધ પછી તમારા મિત્ર કોણ અને શત્રુ કોણ તેનું જ્ઞાન થશે. તમારી શક્તિ આવરનાર વિષય-કષાય તમને શત્રુ લાગશે. તમારી શકિત પ્રગટાવવામાં મદદરૂપ થનાર સમ્યક્ જ્ઞાન-દર્શન-ચારિત્ર તમારા સાચા મિત્ર છે તેની પ્રતીતિ થશે. તમારું અસલી નૂર પ્રગટ કરવાની પ્રક્રિયા સતત ચાલુ રાખવી પડશે. આત્માની અનંત શકિતને આવરનાર આવરણોનો નાશ સતત કરવો પડશે. ધ્યાનનું આ જ સાચું ફળ છે અને તે છે કર્મનો નાશ. એક કુસ્તીબાજને પગ પર ઈજા થાય તો તેના પર પ્લાસ્ટર પાટો લગાવવો પડે. પણ પાટો છોડયા પછી તે તુરત જ ચાલી શકતો નથી. તે માટે તેને માલીશ કરવી પડે-ચાલવાની કસરત ધીરે ધીરે કરવી . પડે. આ રીતે આત્માની શકિત પ્રગટાવવા પણ ધીરજ રાખી પ્રક્રિયા સતત કરવી પડે. જૈનદર્શનમાં એક સિદ્ધાંત છે “કડે માણે કડે, ચલે માણે ચલે, નિજજયમાહો નિજજયએ” કાર્ય શરૂ થયું એટલે પૂરું થયું. ચાલવા માંડયું એટલે મંજિલ મળવાની. તેમ કર્મનિર્જરાની શરૂઆત થઈ એટલે આત્મા શુદ્ધ થવાનો જ. એક વખત કર્મ દ્વારા આત્માને થયેલા ઘાને ધર્મરૂપ હવા ને પ્રકાશ મળવાં શરૂ થયાં, એટલે આત્મા અવશ્ય નીરોગી થવાનો મનનું પોકળ અને શંકાનું નિરાકરણ થાય' અને

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86