Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 52
________________ ૪૫ મન પરનાં જડ આવરણો દૂર કરી અંદરની સુષુપ્ત શકિતનો સંપર્ક કરવાથી તમને અનુભવ થશે કે ચેતનશકિત, પદાર્થને ચેતનનો સ્પર્શ કરાવે છે. જો તે ચેતન આપી શકતી હોય તો તે શા માટે ભૌતિક પદાર્થવાસનાઓનો ગુલામ બને ? અરૂપી રૂપની ઉપરની ભૂમિકા હોય છે. તેથી જ તે રૂપીને જીવન આપી શકે છે. ઉપનિષદમાં એક સુંદર કથા છે. બાર વર્ષના અભ્યાસ પછી ગુરફળમાંથી એક વિદ્યાર્થી પોતાના પિતાને ત્યાં ઘેર આવે છે. તે પિતાને કહે છે, “હે પિતા, મેં ઘણા પ્રયોગો કર્યા, પણ આત્મા કયાંય દેખાયો નહિ.” પિતાએ જવાબ આપ્યો, “વડના ઝાડનું ફળ લાવી તેને ફોડી નાંખ. તેમાં રહેલાં હજારો બીજોમાં વૃક્ષ કયાં છે તે બતાવ.” પુત્રે પ્રત્યુત્તર આપ્યો, “વૃક્ષને જન્મ આપનાર તત્ત્વ અદશ્ય છે. તે કેમ દેખાય?” - પિતાએ કહ્યું “હા બરાબર છે. તે જ રીતે તેને જીવન આપનાર તત્ત્વને પણ કોઈપણ સાધનથી ન બતાવી શકાય, ન માપી શકાય. આત્મા અરૂપી છે, તેમ છતાં તે દૃશ્ય વિશ્વને શકિત આપે છે. બધા દશ્ય પદાર્થોમાં તે વ્યાપે ત્યારે જ તે બધા જીવંત બની કાર્ય કરી શકે છે. આ શકિત એ “તું” અને હું છીએ.” આ સમજણ આવે ત્યારે ધ્યાનનો હેતુ સમજાય છે. તમારી અંદર રહેલ અરૂપીના સંસર્ગમાં આવવું. તેને ઓળખવું. પછી જ એ દષ્ટિ આવે છે કે તમારી શકિતશાળી ચેતના તમારી પોતાની જ ખંડનાત્મકતાથી આવરાયેલી છે,

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86