Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 50
________________ ૪૩ તો તેની ઈચ્છા પણ નહિ થાય. તેની પ્રાપ્તિ માટે પુરુષાર્થ નહિ થાય. શરૂઆતને જ તમે અંત માનો તો પ્રગતિ કયાંથી થાય? આ માટે તમારામાં તમને અડગ શ્રદ્ધા હોવી જોઈએ. આજ સુધી તમે તમારી જાત સિવાય બીજા બધા દેવદેવીઓમાં-મૂર્તિઓમાં વિશ્વાસ રાખ્યો છે, પણ હવે તમને સમજાય છે કે તમારા હાથમાં એક અમૂલ્ય રત્ન છે. હવે જરૂર છે ફકત તેના પરનો મેલ કાઢવાની અને અસલ ચળકાટ પ્રગટ કરવાની. આ નહિ કરો તો તે ઘણા મેલથી આવરાયેલ ખરબચડો પથ્થર બની જશે. માટે હે માનવ, તારી જાતને શોધ. તમારી જાતને કહો, “અત્યારે હું ખરબચડો હીરો છું, પણ મને ખાતરી છે કે મારી અંદર ઝળહળતો પ્રકાશ છે, સુષુપ્ત શકિત છે. તેનો સ્પર્શ કરી મારા અસલ તેજને મારે પ્રગટ કરવાનું છે.” આવો વિશ્વાસ પ્રગટે પછી પ્રગતિ શરૂ થાય છે. ઉપનિષદ” ઉપ” એટલે નજીક અને “નિષદ” એટલે બેસવું. તમારા જ આત્માની પાસે બેસવું. બીજા કોઈની પાસે બેસવાનું નથી. બીજાની પાસે બેસવું હોય તો તેવાની પાસે બેસો કે જે તમારો મેલ દૂર કરીપાલીશ કરી તમારું અસલી હીર-તેજ પ્રગટાવે. ગુરુનાં કપડાં પહેરે તેટલા માત્રથી ગુરુ થવાતું નથી. જે અજ્ઞાન દૂર કરે તે ગુરુએક વખત તમારા આત્મા પરથી કચરો કાઢી નાંખો એટલે તમે તમારા પોતાના ગુરુ બની જવાના. એક રાજાને શિકારનો બહુ શોખ હતો. એક વખત તે

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86