Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 48
________________ ૪૧ ઉપયોગિતા છે ?” તેની ઉપયોગિતા વર્તમાનમાં ન હોય અને છતાં તમે તેને વળગી રહો તો તમે ઋતુ મુજબ જીવતા નથી. તમને લાગે કે તમારું મન પુરાણી-બિનજરૂરી અહિતકારક યાદના જંગલમાં જ રહેવા માંગે છે તો તમારી જાતને કહી અનુભવ કરો કે, “હું જીવનચક્રની બહાર જાઉ છું, કારણ કે હું વીતી ગયેલા ભૂતકાળના નિરર્થક બિનઉપયોગી પદાર્થો-વિચારોને વળગી રહ્યો છું. ભૂતકાળે મને જે ફળ આપવાનું હતું તે આપી દીધું છે, હવે તેને શા માટે ચીટકી રહેવું ?” આ સ્વનિરીક્ષણથી તમે તમારી સાથે એકયમાં જોડાવ છો, તમારે દઢ નિશ્ચય કરવાનો છે કે, “મારે આગળ જવું છે.” ભૂતકાળની ગાંઠ છોડી દો તો ઘણી સારી વસ્તુઓ તમને આવતીકાલ માટે સત્કારવા તૈયાર છે. પ્રકૃતિમાં વસંતૠતુ શિયાળામાં જ આવે છે. વૃક્ષો માટે પાનખર ૠતુમાં તમે જેને વંધ્યત્વ-નિષ્ફળતા ગણો છો તે ખરી રીતે નૂતનના જન્મ માટેનો સુવર્ણ અવસર છે. આ સમય, તમારી સમજ ઊંડી ઉતરી જાય તેની વિચારણા માટેનો છે. વસંતઋતુ-નૂતન જન્મ આવ્યા પૂર્વેનો સમય સંક્રાન્તિનો છે. કવિશ્રી રવીન્દ્રનાથ ટાગોરે એક સુંદર સાદૃશ્ય દૃષ્ટાંત આપ્યું છે. આપણે માતાના સ્તનને ધાવતા બાળક જેવા છીએ. જ્યારે માતા જુએ છે કે એક સ્તનમાં દૂધ ખલાસ થઈ ગયું છે, ત્યારે તે બાળકને તે સ્તનથી વીખૂટું પાડી બીજા સ્તન પર લઈ જાય છે. એક સ્તનના વિયોગની ક્ષણમાં બાળક રડતું હોય છે, પણ આ ફેરફારથી માતાના બીજા સ્તનમાંથી તાજું અને વધુ પ્રમાણમાં દૂધ

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86