Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 46
________________ ૩૯ વિરોધ કરતાં નથી. આ પ્રક્રિયા, વિરેચન, ઉપવાસ, શુદ્ધિકરણ અને છેદની ક્રિયા છે. નૂતન પ્રાપ્તિ માટે જીર્ણને છોડવાનું છે. ત્યાં શોક યા પીડા નહી ઊંડી ધીરજ છે. ઊંડું ડહાપણ છે. તેઓ જાણે છે કે ઉપરથી પાંદડાં ખરવા છતાં અંદર જીવનતત્ત્વ કાયમ છે. મૂળિયાંમાં ઉષ્મા અને આદ્રતા છે. શોક કે ચિંતા શા માટે ? નવાં પાંદડાં જોઈતાં હોય તો જૂનાને છોડવાં જ પડશે.” તે જ રીતે જો સદા તાજા રહેવું હોય તો નૂતન પ્રાપ્તિ માટે જગ્યા કરવી પડશે. તમારા જીવનમાંથી દરેક ઋતુમાં નકામાં તત્ત્વોને નીકળી જવા દો, ખરવાની ક્રિયા થવા દો. દરેક ક્ષણે તમે તાજા રહેવાનો અનુભવ કરો. તમારા જીર્ણ-પુરાણા વિચારોને સૂકાં પાંદડાંની માફક ખેરવી નાંખો અને યોગ-ક્ષેત્ર-કાળ-ભાવ સાપેક્ષ નૂતન વિચારસરણી અને ભાવોને જીવનમાં પ્રવેશ માટે દ્વાર ખુલ્લાં મૂકો, તો જ તમે વિસ્તાર અને વિકાસ કરી શકશો, વિશ્વ સાથેના સંબંધો સતત રચનાત્મક, ગ્રહણશીલ અને સંભાવનાશીલ રાખી શકશો. પૂર્વની સંસ્કૃતિના ઉપદેશમાં મુખ્ય સિદ્ધાન્ત છે નિરાસકિત-અનાસકિત. આ કયું તત્ત્વજ્ઞાન છે. તેની સાથે સંવાદીપણે જીવવાની કલા છે. તેનો સાર એ છે કે આ ક્ષેત્રો જે સંગત છે-જરૂરી છે તે આ જ ક્ષણ માટે યોગ્ય છે, પણ બીજી પળે તે સંગત ન પણ હોય. આમ છતા બદલાયેલા સંજોગોમાં પણ તમે જૂના વિચારો-રૂઢિઓને અહિતકારી હોય તો ય વળગી રહો તે છે આસકિત. જ્યારે તમે વસ્તુને વળગી પડો છો, ત્યારે તે વસ્તુ તે ક્ષણે સંગત છે કે નહિ તે તમે જાણતા નથી. આ આસકિત

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86