Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 44
________________ ૩૭ વિશ્વના બધા દેશોના ભૂતકાળ અને વર્તમાનના ખરા પ્રાણ પુરુષોએ તેમનાં દિવસરાત પોતાના આંતરનિરીક્ષણ, સમજ અને ધ્યાનમાં ગાળ્યાં, તેમના અંતરનાં અવાજે શબ્દોનું રૂપ પકડી આપણને આંતરદષ્ટિ અને પરિપકવ જ્ઞાન આપ્યું. તેમની અનંત કરુણામાંથી જન્મેલા તેમના ઉપદેશોએ આપણને પ્રેરણા અને ઉન્નતિ આપી. આ મહાપુરુષોએ શું જોયું? બધા જીવોમાં શાશ્વત સુંદર, શાંત એકતા સાધનાર ચેતનાશકિત જોઈ. તે શું સમજયા ? તે એ સમજયા કે વિશ્વ એક કોમ્યુટર જેવું છે, જેમાં આપણાં બધાં આંદોલનો અને કંપનો નોંધાય છે. તેના કંપન મુજબ તે સૂક્ષ્મ અને આકર્ષે છે. આ અણુઓમાંથી આપણા વિચારો, ભાષા અને આકાંક્ષાઓ ઘડાય છે. આ રીતે પ્રાચીન પ્રાણ પુરુષો માણસના રોગનું નિદાન કરી શકતા કે દર્દ બહારથી આવતું નથી પણ તે અંદરના કોઈ તત્ત્વના કારણે આવે છે અને તે છે આપણાં પોતાનાં જ ખંડનાત્મક કંપનો. - મનનાં છિદ્રો પૂરીને આપણી જાતને પૂર્ણ બનાવવાના ત્રણ રસ્તા છે. (૧) પ્રતિતી Realize (૨) પુનઃપ્રાપ્તિ Recover (૩) જીવનમાં ઉતારવું Retain.... તમે જે છો તેને બરાબર સમજો. તમે દરેક વ્યકિત બ્રહ્માંડની એક લઘુદુનિયા છો. અદશ્યને ઓળખતાં પહેલાં દશ્યને જોવાની શરૂઆત કરો. અરૂપીને અનુભવતાં પહેલાં રૂપી પદાર્થના રૂપની ઓળખ કરો. રૂપી પદાર્થ તરીકે તમે

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86