Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 64
________________ ૫૭ સંકણિકરણ કરી શકાય છે.) ધ્યાનમાં આનો અનુભવ થવો જોઈએ. આ બૌદ્ધિક અનુભવ નથી. જ્યાં તર્કનો અંત આવે છે ત્યાં જ અધ્યાત્મની શરૂઆત થાય છે. પૂર્વજન્મના કર્મો અનેક રીતે અનેક સંબંધોમાં વ્યકત થાય છે. આ સંક્રમણ અનુભવગમ્ય છે તેને તર્કથી સમજાવવાં શકય નથી. દા.ત. માતા બાળકને જન્મ આપે કે તુરત જ તેને બાળક માટે પ્રેમ ઉત્પન્ન થાય છે. તેના સ્તનમાં રકતને સ્થાને દૂધ ઉભરાય છે. માબાપ એક બાળકરૂપી અજાણ્યા આગંતુક માટે સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર થાય છે. પ્રેયસી પ્રિયતમ માટે મૃત્યુને વરવા તૈયાર થાય છે, એરપોર્ટ પર અચાનક એક અજાણ્યા માનવીને મળવાથી પ્રથમ પરિચયમાં પ્રેમ બંધાઈ જાય છે, જે કુટુંબીજન કરતાં પણ વધુ વ્હાલા લાગે છે. આ બધું અનુભવ ગમ્ય છે. આવું કેમ બને છે! એક વ્યકિત પ્રતિ રાગ અને બીજી પ્રતિ હેષ! હૃદયની વાતોને તર્ક સમજાવી ન શકે. પાસ્કલે કહ્યું કે, માનવો નદીમાં તરતાં લાકડાના ટૂકડા જેવા નથી, જે ઘડીમાં મળે ને ઘડીમાં છૂટા પડી જાય.” મનની મર્યાદિત શકિતને કારણે તેઓ આ સંબંધ સમજી ન શકે અને તેમ છતાં એવું કોઈ તત્ત્વ છે જે કેટલાકને પ્રેમથી જોડે છે અને કેટલાકને પરસ્પર વેર કરાવે છે. Heart has a Reason which Reason cannot define. જ્યારે તમારુ હદય ભાવના કરે છે ત્યારે તે કંપનો કરે

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86