Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 69
________________ આ વિજ્ઞાનયુગમાં નવીનવી શોધો કરનાર માનવી ચંદ્ર પર પગ પણ મૂકી શકે છે. જે ચમત્કારી શોધો થઈ છે, તે બધું માનવચેતના અને તેની શક્તિને આભારી છે. જે કોઈ આધ્યાત્મિક પ્રગતિ અનુભવાય છે તે આપણી વિકાસની ઈચ્છા અને બીજાને મદદ કરવાની ભાવનાનું પરિણામ છે. પણ કેટલીક વાર જુની ટેવો પાંગરે છે અને ધ્યાનમાં વિબ નાંખી તેનાં શુભ કંપનો હરી લે છે. ધ્યાનમાં જન્મેલ નૂતન સુખ-શાંતિ, ઉત્સાહ, જાગૃતિ વિ. ગુણો પાછા દબાઈ જાય છે. તેથી સૌથી વધુ જરૂર છે પોતામાં અખૂટ શ્રદ્ધા અને સમજ. તમારી જાતને સતત કહો કે : “બીજા કોઈ તે કાર્ય કરી શકે તો હું શા માટે નહિ ! - શાંતિથી સામાયિકમાં વિચારો કે જે “હું” પેલા અજ્ઞાત વ્યક્તિત્વમાં હતો તે જ “હું” હવે જ્ઞાનથી - પુરુષાર્થથી વિચારી શકે એવી કક્ષામાં આવ્યો છું “હું આ ન કરી શકું” એ બહારના અને સમાજના પ્રભાવે પૂર્વગ્રહ પિડિત એ નબળો નકારાત્મક વિચાર છે, આ અંતરાય તોડવા પ્રવાહની સામે તરો અને કહો કે, “હું કરી શકીશ. હું આ શુભ કાર્ય કરવા અને પૂર્વનાં અશુભ કંપનોનો નાશ કરવા સમર્થ છું.” પોતાનો માત્ર-વિચાર કરવાની પ્રવૃત્તિઓના પૃથક્કરણથી અને નકારાત્મક ટેવોના વિશેષણથી અશુભ તત્ત્વોની નાશ સરળ બને છે. તમારે જે કંપનો ન જોઈતાં હોય-જે તમને અહિતકારક લાગતાં હોય તેને ગ્રહણ કરવા તમને કોણ ફરજ પાડી શકે? બીજું કોઈ નહિ. તે માત્ર તમે એક જ છો.

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86