Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 49
________________ ૪૨ મળવાનું છે તેનું એને જ્ઞાન નથી. ત્યાં સુધી જ તે રડે છે. આ રીતે તમે સમજી શકશો કે પુરાણી, બિનજરૂરી, અહિતકારક વિચારની ટેવો તમને કેવા દુઃખી બનાવે છે! વર્તમાન ક્ષણને તમે ભૂતકાળ સાથે સરખાવો છો ! તો પછી જીવનની તાજગીનો આનંદ નહિ મળે. આ રીતે ભૂતકાળને જડ રીતે વળગી રહેવાથી વર્તમાન ક્ષણનો આનંદ લૂંટી શકાતો નથી. અને તમારા સંપર્કમાં આવતા અન્ય લોકો પણ તમારાથી એટલા માટે કંટાળે છે. કે તમે હંમેશાં જીર્ણ થઈ ગયેલ, બિનઉપયોગી ભૂતકાળને સંભારી રોદણાં રડો છો. પછી તમને બીજો કોઈ તમારા જેવો જ મળે તો તમે બને એક-બીજાને ખેંચતાણ કરી નીચાં પાડો છો. - પરિવર્તન અને કંપનોનું તત્ત્વજ્ઞાન તમારી જીવનપદ્ધતિ બદલી નાંખે છે. તમારી ચેતનાની કક્ષાના અંતે સમાન કક્ષાની ચેતનાવાળાને આકર્ષે છે. તેથી તમારી ચેતનાનું ઊર્ધીકરણ થાય છે. માત્ર બોલવાથી નૂતન જીવન પ્રગટી ન શકે. તે આવી શકે માત્ર નૂતન વિચારણા-નૂતન કંપનોમાંથી. નવાં કંપનો પ્રગટાવવા જૂનાં કંપનોને કાઢી મૂકો. કચરો ફેંકી દો. તમારી જાતને કહો, “મારે હવે બિનઉપયોગી, પુરાણા વિચારો, વિધ્વંસક યાદદાસ્ત યા બંધનકારક વિચારો નથી જોઈતા.” મનને ખાલી કરવાથી તે હલકું બને છે. પણ આ પુરાણા વિચારો માયાવી છે. જતાં પહેલાં તે તમને છેતરવા પ્રયત્ન કરે છે. તમે જો કાળજી ન રાખો તો તે તમારી ચેતના પર નવા કારી ઘા કરશે. ખજાનાની ઓળખ ન હોય

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86