Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 41
________________ ૩૪ દરેક બીજમાં, દરેક રૂપમાં શાશ્વતતા સતત ચાલે છે. તે જ રીતે આપણી જાતમાં જુઓ. બાહ્ય રૂપ-આકાર બગડી જાય યા નાશ પામે પણ કેન્દ્રમાં એવું કોઈ તત્ત્વ છે. જે પરિવર્તનીય છે. આ છે ચેતના-શકિત. દર્પણમાં દેખાતો “હું” વાસ્તવિક નથી. તે તો બંધન છે. તમે આ અહિતકર સંયોગોને તમારા માની લીધા છે. હવે તેની પેલે પાર જઈ અહ વિનાના “સ્વ'ને ઓળખો. સાચું ધ્યાન ત્યારે જ શરૂ થયું ગણાય જ્યારે તમને તમારા હૃદયનાં ઉડાણમાં એમ બેસી જાય કે “આ ચેતનાશકિત એ જ હું , જેનો કદી વિનાશ કરી શકાતો નથી.” - આખું વિશ્વ ચેતનાશકિત માટે છે. આત્માના પ્રગટીકરણ માટે જ વિશ્વ કસોટી ક્ષેત્ર છે. જીવનની એક પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં એક યા બીજી રીતે દરેક આત્મા રાગ યા દ્વેષનાં કંપનોમાં, અજ્ઞાનના અંધકારમાં યા પ્રજ્ઞાના પ્રકાશમાં પોતાના બાહ્યરૂપનું ઘડતર કરે છે. જન્મસ્થળ, કુટુંબ, શરીર વગેરે બાહ્ય સંયોગોનું સર્જન કરે છે.

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86