Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 40
________________ ૩૩ . છે. અને તમારા ચહેરા પર પ્રસન્નતા પ્રગટાવે છે. તે નથી હાસ્ય યા આંસુ, આવેશ કે શોક, રાગ યા દ્વેષ તે સંતુલન હશે, ઉત્કૃષ્ટ આનંદ હશે. એક વખત તમે તમારી જાતને શરીર નહિ પણ આત્મા માનો અને પછી જુઓ તમારી જાગૃતિનો ઉદય થશે. જન્મ અને મૃત્યુ તો જડ પદાર્થની ઉત્પત્તિ અને લય છે. મૃત્યુ માત્ર બાહ્ય કલેવરની બદલી છે. પણ અંદરની ચેતના તો અપરિવર્તનીય અને અમર છે. . જડમાં જે પરિવર્તન આવે છે તે અનિવાર્ય છે. અને તે જ્યારે આવે ત્યારે તેને તમે આવકારો છો. કારણકે પરિવર્તનથી જ જીવન નીરોગી અને તાજું રહે છે. વહેતું પાણી જેમ નિર્મળ રહે છે. બંધિયાર પાણી ગંધાઈ ઊઠે છે. તેથી તમારા જીવનને વહેવા દો. પછી કોઈ ભય નથી. વહેવામાં જ તમારો વિકાસ છે. તમે જ્યારે તમારી ચેતનાશકિતની શાશ્વત, શાંત અને જીવંત અનંત શકિતઓને ઓળખશો, ત્યારે તમને તે ઉચ્ચ કક્ષામાં લઈ જશે અને પછી તમે નિર્ભય બની તેનું ધ્યાન ધરી શકશો. હવે આપણે આપણા આત્માનો અનુભવ કરીએ. “મેં સર્જન કરેલ મારા શરીરના કેન્દ્રમાં “વ છે. આ વ” એ શરીર, પુરુષ યા સ્ત્રી, લાગણી યા વિચાર, ભૂતકાળની યાદ યા ભાવિની યોજના, ક્ષણિક સુખ ય દુઃખ, રાગ યા દ્વેષનાં કંપનો નથી. માત્ર મારો આત્મા છે-જે સુખદાયી અને અમર છે.”

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86