Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 38
________________ ૩૧ અને તેથી ખરાબ પરિણામો પણ આવતાં નથી. હવે મન આત્માનું અહિત કરવાને બદલે હિત કરે છે. હવે મન જડ અને ચેતન, આત્મા અને શરીર વચ્ચેનું વિષ્ટિકાર બને છે. હવે તે આત્મા સાથે જોડાયેલ હોવાથી તેના પ્રકાશનું પ્રતિબિંબ પાડે છે. આ રીતે જ્યારે મન ચેતનાશકિતનું લેનાર અને વહન કરનાર બને છે ત્યારે તે ચેતનાના જ્ઞાન, સ્વીકાર, બોધ, દર્શન અને યાદદાસ્ત વગેરે ગુણો દ્વારા પ્રગટ થાય છે. મંત્રના પ્રયોગ દ્વારા ક્ષણભર મન શાંત થાય છે, શાન્તિમાં કર્મ તથા કંપનોના વિજ્ઞાનની પ્રકાશવંત સમજ પરિપકવ થાય છે ત્યારે આપણે શરીર, વચન અને મનથી પેલે પાર જઈ આત્માના મૌલિક સત્યનો અનુભવ કરી શકીએ છીએ. ઊંડા ધ્યાનમાં ઉપર જણાવેલ ગુણોનું પ્રગટીકરણ સમાનાર્થ થઈ જાય છે. અને તેમ છતાં આ અનુભવ શબ્દાતીત બની જાય છે. મન-વચન-કાયાથી જેમ ઉપર જઈએ તેમ જ્ઞાની પૂર્વજોએ શબ્દોમાં જણાવેલ આત્મરસનો અનુભવ કરી શકીએ છીએ. આત્માએ આત્માને આત્મા વડે મોહત્યાગથી જાણી શકાય. આવું જ જાણે તે જ તેનું જ્ઞાન-દર્શન અને ચારિત્ર છે. બારમી સદીના એક મહાન જૈન તત્ત્વચિંતકના કહેવા અનુસાર યોગનો અર્થ સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન અને સમ્યક્ ચારિત્રરૂપ એ ત્રણ રત્નો અંતિમ મુકિતનાં મૂળ

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86