Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 36
________________ ૨૯ અજ્ઞાન મનનો એ સ્વભાવ છે કે તેની સામે જ પદાર્થ પડયો હોય તેવો આકાર ધારણ કરે. જેવું બિંબ તેવું પ્રતિબિંબ. જેવો ઉપયોગ તેવો આકાર. જો પદાર્થ ઈન્દ્રિયોને આકર્ષે તો મન તેની પ્રાપ્તિ માટે તડપે છે. તેને જે જોઈએ તે મળે તો ક્ષણિક સુખ પણ અનુભવે છે. દુન્યવી દૃષ્ટિએ આનું નામ સુખ છે. ઈચ્છિત વસ્તુ ના મળે તો તેની તૃષ્ણા ભડકે બળે છે, જેનું પરિણામ હતાશા અને ઉદાસીનતામાં આવે છે. આનું બીજું નામ દુઃખ છે. આવાં સુખ અને દુઃખ બંને ક્ષણિક છે - જે વિષય-કષાયના ગુલામ મનનાં ઉત્પાદન છે. આવું મન કચરાપેટી જેવું છે. જેમાં જીર્ણ, નકામી વસ્તુઓ, અહિતકારક વિચારો અને ઈચ્છાઓ ભરે જ જાય છે. જ્યાં સુધી આત્મજાગૃતિનો પ્રકાશ મનને મળતો નથી, ત્યાં સુધી તે સતત કંપન કર્યા કરે છે. અને રાગ-દ્વેષનાં કંપનો ફેંકયા કરે છે. પોતાને માટે આકારો સર્જાયા કરે છે. માત્ર આહાર, નિદ્રા, ભય અને મૈથુનની સંજ્ઞાઓમાં અટવાયેલાં પશુઓ કરતાં આ કક્ષાએ અજાગ્રત માણસની ચેતનામાં ભાગ્યે જ કોઈ તફાવત હોય છે. અર્થાત્ માનવ અને પશુઓ બંને આ ચાર સંજ્ઞાની ગુલામીમાં લગભગ સરખાં હોય છે. જ્યારે માનવમન નિરાશ બની જાય છે, ત્યારે તેની દશા એકેન્દ્રીય જીવ જેવી ભારે અને ગતિ વગરની થઈ જાય છે. પણ આપણે બધા ઉત્ક્રાંતિના પથ પરના મુસાફર

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86