Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 34
________________ ઈચ્છાઓ, અને મનના પરિણામો તે માટે જવાબદાર છે. તમારા પરિણામો દ્વારા કર્મોને તમે આમંચ્યા છે. અને તે મુજબ તમને બાહ્ય સંયોગો-પરિસ્થિતિઓ મળી છે. આપણે પરિણામો કરતાં તેમનાં મૂળ કારણોને સિંહવૃત્તિથી શોધવાં જોઈએ. આપણે એ બરાબર સમજી લેવું જોઈએ કે આપણી આસપાસ જે બની રહ્યું છે તેનો સીધો સંબંધ આપણી પોતાની જાત સાથે છે. કોઈ પણ સર્જન માટે આપણી જન્મસિદ્ધિ - મૌલિક શકિત , ઓળખાવી જોઈએ. આપણે આજે પોતાની જાતને સ્ત્રી યા પુરુષ, ઊંચા યા નીચા, સફેદ યા કાળા, શિક્ષિત યા ગમાર માનીએ છીએ, તે બધું આપણું પોતાનું બનાવેલું છે. આપણી ખામી માટે આપણે ભગવાનને દોષ આપી ન શકીએ. આપણે માત્ર એટલું કહી શકીએ કે “જીવનની એક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા માં પ્રત્યેક આત્મા, એક યા બીજી રીતે, આકર્ષણ યા વિકર્ષણનાં કંપનોમાં, અજ્ઞાનના અંધકારમાં યા જ્ઞાનના પ્રકાશમાં તે તે પ્રકારે રૂપ ઘડે છે.” - આ હકીકત સમજ્યા પછી આપણી કોઈપણ બાહ્ય પરિસ્થિતિ માટે આપણે બીજા પર દોષારોપણ કરી ના શકીએ. આપણે પોતે જ તેને માટે જવાબદાર છીએ. આ સમજ દૃઢપણે હૃદયમાં બેસી જાય તો પછી આપણા મનના આપણે અતિ જાગૃત ચોકીદાર બની જઈએ, જેથી એકપણ અશુભ વિચાર અંદર પેસી ન જાય, કારણકે હવે આપણને એ દઢ પ્રતીતિ થઈ ગઈ છે કે આપણે જે કોઈ વિચાર મનમાં જવા દઈશું તેના પર કોમ્યુટરની માફક પરિણામ આવશે. આંતરિક શકિત અને જવાદારીની આ સમજથી,

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86