Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 32
________________ ૨૫ ઈચ્છા, આકાંક્ષા, દષ્ટિ, જીવન, અધ્યવસાયો મુજબ આપણે આપણા સમગ્ર બાહ્ય સંયોગો જેવા કે રૂપ, જન્મસ્થળ, કુટુંબ વુિં. પસંદ કરી શકીએ છીએ. જયાં સુધી હું અમર આત્મા છું” એવું દૃઢપણે હૃદયથી પ્રતીત ન થાય, અનુભવ ન થાય ત્યાં સુધી આત્માની મૌલિક અસલી-મુકત અવસ્થાનો ખ્યાલ પણ નહિ આવે. આત્માનો સ્વભાવ સ્વતંત્રતામાં રહેવાનો છે. જડની ભાગીદારીમાં રહેવાથી આત્મા યા ચેતનાશકિત, પોતાના વિકાસની કક્ષા અને ધ્યાનના ઊંડાણ મુજબ આ મુકિતની વિવિધ કક્ષાઓનો અનુભવ કરી શકશે નહિ. ધ્યાનમાં આપણે આપણી જાતને આપણી દિવ્યતાના અરિસારૂપ બનાવીએ છીએ. આપણે એવી અનુભૂતિ કરીએ છીએ. વિશ્વનું સર્જન કોઈ વ્યકિતએ કર્યું નથી. પણ કાર્યકારણની વ્યવસ્થિત પ્રક્રિયા છે જેના પર ઈશ્વરનો પણ કાબૂ નથી. “વાવો તેવું ઉગે”નો અખંડ વૈજ્ઞાનિક નિયમ છે. આ પ્રક્રિયા કઈ છે? આપણી ચેતનાની સ્થિતિ મુજબ તે શકિત કાં તો આકર્ષણ યા વિકર્ષણ કરશે, અથવા તો આ બંને ધ્રુવોની પાર જશે. આત્માના પ્રાકૃતિક સ્વભાવ મુજબ ચેતના આ બંને ધ્રુવોથી ઉપર ગયેલી છે. અને તે સ્થિતિમાં તે ખંડનાત્મક યા સર્જનાત્મક બેમાંથી કોઈ જ જાતનાં કંપનો ઉત્પન્ન કરતી નથી. . જે માનવી એવી ઉચ્ચ સ્થિતિએ પહોંચ્યો નથી, તે હજુ અમુક અવસ્થાના આકર્ષણ અને વિકર્ષણની સ્થિતિમાં

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86