Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 30
________________ ૨૩ જ્યારે આપણે જીવનને પ્રયોગાત્મક કક્ષા પર લઈ જઈએ છીએ, ત્યારે આપણે એ જાણી શકીએ છીએ કે આપણી ચેતનાશકિત જીવનમાં જુદાં જુદાં પગથિયાં પરથી પસાર થાય છે. જેને આપણે કન્યા, વૃદ્ધા, બીમાર, મૃત્યુ પામતા માનવી કહીએ છીએ, તે બધી અરિસામાં દેખાતી અવસ્થાઓ છે. આપણે આપણી જાતને તેના શાશ્વત સ્વભાવમાં કેમ જોઈ નથી? આ અંધાપાનું કારણ ફકત આવરણ કરનારા કર્મો છે. જેનાથી આપણે આપણા અસલી સ્વભાવ અને કૃત્રિમ બંધનો, અવસ્થાઓ અને દર્પણો વચ્ચેનો તફાવત સમજી નથી શકતાં. આપણે આપણી બાહ્ય ક્ષણિક અવસ્થાઓને આપણી અસલી સ્થિતી માની બેઠા છીએ આ જ મિથ્યાત્વ છે. આ તફાવત આ ભેદજ્ઞાન સમજાય એ જ સાચું સમકિત છે. સાચું ધ્યાન પણ ત્યારે જ શરૂ થયું ગણાય, જ્યારે તમે નિર્ભયતાથી કહી શકો છે “હું આત્મા છું. અજર અમર અવિનાશી આત્મા છું, આ બાહ્ય સંયોગો હું નથી. ખરો હું આ છે - જેમાં કયાંય અહં નથી. દર્પણમાં દેખાતા “હું” એ બધા બાહ્ય સંયોગો, પરિસ્થિતિઓ રૂપો-બંધનો હતાં - અને તે ક્ષણિક ચીજોને પોતાની માની લીધેલી હતી. હવે તમે સમજી શકો છો કે રહેવાનું ઘર જૂનું થયું એટલે અંદર રહેનાર જુનો થતો નથી. હવે તમે જડ પદાર્થોમાં રહેતા આત્માનો અલગ અનુભવ કરી શકો છો. હવે પ્રશ્ન એ થાય છે કે શા માટે આપણી આજુબાજુ અમુક જ શકિત પથરાય છે. બીજી જાતની કેમ

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86