Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 31
________________ ૨૪ નહિ ? આનું એક જ કારણ છે કે આપણી અમુક પ્રકારની ઇચ્છાઓથી ઉત્પન્ન થયેલ જડ સ્પંદનો તેમાંથી પરિણામતાં બાહ્ય રૂપો બને છે. હવે તમારા વિષે તમારી માન્યતા બદલાઈ જશે. તમે આ સમજણ પૂર્વે એમ માનતા હતા કે કોઈએ મારા સંયોગો-પરિસ્થિતિઓનું સર્જન કર્યું છે. હવે તમે એમ કહેશો કે મારા ભાગ્યનું નિર્માણ મેં કર્યું છે. અને કરી રહ્યો છું. “આપણે આપણા ભાગ્યના ઘડવૈયા છીએ” આ વાત અજ્ઞાનીના મનને ગભરાવી મૂકશે. મન આવું સ્વતંત્ર, ઉચ્ચ સ્થાન સ્વીકારવા ટેવાયેલું નથી, તેથી આ જવાબદારીમાંથી છટકી જાય છે. તે તો તેની પુરાણી રૂઢિચુસ્ત ટેવ મુજબ વર્તે છે. જૂની રૂઢિઓ અને પૂર્વગ્રહોનું ઉત્થાપન સહેલું નથી. દા.ત. ભારતમાં જ્ઞાતિવાદનો કાનૂનથી છેદ કર્યો હોવા છતાં હજી પ્રજાનો મોટો ભાગ અસ્પૃશ્યતા અને તેમની લઘુતાગ્રંથિની ગુલામી છોડી શકતો નથી. હવે આપણને એ સમજાયું છે કે સમસ્ત ચૌદરાજલોક આપણું છે સમસ્ત આકાશગંગા આપણી છે અને આપણે (આત્મા) કોઈ પણ જાતના વિઘ્ન વિના એક જગ્યાએથી બીજે, એક ઉપગ્રહથી બીજા ઉપગ્રહમાં ફરી શકીએ છીએ. આપણા પ્રવેશ પર કયાંય પ્રતિબંધ નથી. શા માટે ? કારણકે આખું બ્રહ્માંડ ચેતનાશકિત માટે છે. આખું વિશ્વ આત્માના પ્રગટીકરણની પરીક્ષાભૂમિ છે. આપણી -

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86