Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 33
________________ * ૨૬ રહે છે. તેની કક્ષા મુજબ વિચારો ઉત્પન્ન થાય છે. અને આ વિચારો અમુક જાતના કાર્મિક પુદ્ગલો આકર્ષે છે. આત્માને ચોટેલ આ કાર્મિક રજ ની ઘનતા અને ગુણવત્તા મુજબ માણસ પ્રવૃત્તિ કરે છે. જ્યારે માણસ એ જાણે છે કે, વિચાર પણ પુદ્ગલ છે, ત્યારે માનવજાત માટે એક નવા યુગનો ઉદય થાય છે. જેમ વિદ્યુત સંચાલિત પ્રવેશદ્વાર આગળ માણસની હાજરીમાત્રથી કોઈ એવા પરમાણુઓ ઉત્પન્ન થાય છે કે જેનાથી હાર આપોઆપ ખૂલી જાય છે. તે જ રીતે આત્મા વિચાર કરે એટલે તરત જ તે વિચારો પુદ્ગલના રૂપમાં બહાર ફેંકાય છે. જે આજે તો વિજ્ઞાને પણ સિદ્ધ કર્યું છે. આ વિચારોનાં રૂપ કેવી રીતે જોઈ શકાય ? વિદ્યુત પુદ્ગલ છે. છતાં દેખાતી નથી. તે જ રીતે વિચારો પણ પુદ્ગલ હોવા છતાં ચર્મચક્ષુથી અદશ્ય છે. તેમ છતાં વિચારોનાં જે પરિણામો દેખાય છે-અનુભવાય છે તે પરથી વિચારનું અનુમાન થાય છે. આપણી ખામીઓ, માંદગી, પીડા, શોક-દિલગીરી અથવા પ્રસન્નતા, સુખ વિ. બધું આપણા વિચારોનું જ પરિણામ છે. વાસ્તવિક રીતે તો શારીરિક કાર્યો કરતાં વિચારોની શકિત અનેક ગણી છે. શરીરવર્ગણાના પુદ્ગલ કરતાં મનોવર્ગણાના પુદ્ગલો અનેક ગણા શકિતશાળી છે. આ જ્ઞાનના ઉદયથી લોકો પોતાની વિચારસરણીમાં ક્રાંતિ લાવશે. તમારી વર્તમાન પરિસ્થિતિનું મૂળ કારણ બીજું કોઈ નહિ, પણ તમે પોતે જ છો. તમારા વિચારો,

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86