Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 35
________________ ૨૮ આ જ ક્ષણથી નૂતન ઉજજવળ ભાવિ ઘડવાનું શરૂ કરી દઈશું. આપણા વિચારને શકિતશાળી બનાવવા મન, વચન અને કાયામાં સંતુલન જોઈએ અને આ ત્રણેય ચેતનાશકિતની ઉચ્ચમાં ઉચ્ચ કક્ષા સાથે સુસંવાદિતા જોઈએ. આ સિવાય સારો ઉમદા વિચાર આવે પણ તેનું જોઈતું ફળ ન આવે. દા.ત. એક માણસ એમ વિચારે કે “મારે લાંબુ જીવવું છે પણ જો તે અન્ય જીવોને પોતાનાં મન-વચન અને કાયાથી ત્રાસ આપે તો કઈ રીતે તે લાંબા આયુષ્યની કર્મરજને આકર્ષવાર શુભ કંપનો ને આકર્ષી શકે? તેનાં મન, વચન અને કાયા ત્રણેય બીજાને સુખ-શાતાથી રહેવા દે તો જ તેને લાંબુ આયુષ્ય બંધાય. - ઘણા એમ કહે છે કે હું આખો દિવસ પ્રાર્થના અને ધ્યાન ધરું છું છતાં કોઈ પરિણામ દેખાતું નથી.” શા માટે આવું બને છે? કારણ કે વિચારોમાં દ્વિધા છે. જ્યારે વિચાર મુજબ વર્તન થતું નથી. ત્યારે વિસંવાદિતા થવાથી સર્જનાત્મક શુભ અધ્યવસાય મરી જાય છે. વર્તનમાં ખામી એ તમારા વિકાસને રોકે છે. કોઈ માણસને તમે મદદનું વચન આપો અને પછી અણીની પળે તમે તેનો અમલ ન કરો તો સૌ પ્રથમ નુકસાન તમને પોતાને જ થાય છે. તમારા ભવિષ્યમાં તમે જ વિશ્વાસ ભંગનો દુઃખદ પ્રસંગ આ પ્રસંગથી તમે જ સર્જે છો. તમારામાં તમે આ જાણો ત્યારે તમારી જાતને કહો કે “મારા જીવનને હું ટૂકડાઓમાં વહેંચી નાખવા માંગતો નથી. માટે એવું જીવન જીવવું કે જયાં મન-વચન અને કાયાની પ્રવૃત્તિઓમાં એકવાકયતા હોય.

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86