Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 22
________________ ૧૫ કંપનો કરે છે. તેનું કારણ માનસિક, લાગણીવશતા કે શારીરિક હરકતો યા નકારાત્મક સ્થિતિ હોય છે. અમુક આઘાત યા પ્રત્યાઘાતની સ્થિતિમાં પછી ભલે ને કોધ, માન, માયા, લોભ, ઈર્ષા, શોક યા આસક્તિ વિ. મલિન ભાવો આકર્ષે. મન આજુબાજુના વાતાવરણમાં શાનિનો ભંગ કરે છે. તે ખંડનાત્મક અશુભ કંપનો ફેંકે છે. આ કંપનો પાછા એવા જ બીજા જડ અણ અને પરમાણુઓ વિશ્વમાંથી આકર્ષે છે જે આત્માને ચોંટી તેની શુદ્ધ દષ્ટિને આવરે છે. આ તત્વજ્ઞાન પ્રમાણે આ જડ અણુ-પરમાણુઓને કર્મ” કહેવાય છે આ વિજ્ઞાન મુજબ આ કર્મો તમારાં રૂપ, આકૃતિ, ઊંચાઈ, ચામડી, શુદ્ધિ, જન્મસ્થળ, આરોગ્ય વિ. નક્કી કરે છે. ચેતનાશક્તિ મનની અમુક અવસ્થાઓનું વિસ્તરણ કરીને વિશ્વમાંથી રૂપ, રસ, સ્પર્શ, ગંધના અણુ-પરમાણુને આકર્ષે છે. જે ભૌતિક દષ્ટિયે વ્યક્તિનું સ્વતંત્ર ઘડતર કરે છે. આ કર્મોના કારણે જ કોઈપણ બે વ્યક્તિ એકસરખી હોઈ શક્તી નથી. તમારી લાગણીઓનાં કંપનો કેવી રીતે કાર્ય કરે છે તે જાણ્યા પછી તમે બીજા કોઈને દોષ નહિ આપો. તમે તમારી વાસનાઓને કારણે. નહિ કે બીજા કોઈના કારણે કર્મોને આકર્ષો છો. પૂર્વે માણસો ભગવાન યા દેવોને પક્ષપાતી હોય તેમ તેમને આશીર્વાદ યા શાપ આપવા માટે જવાબદાર ગણતા. આદિકાલીન મનુષ્ય પોતાનાં આંતરિક અશુભ સ્પંદનો અને ભયો માંથી જન્મેલ કર્મોને

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86