Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 21
________________ ૧૪ નથી. અંદર ઊંડાણમાં ગયા સિવાય આ આત્મારૂપ પક્ષીનું દર્શન પણ કેમ થાય. એક વખત આ ઊંડો અનુભવ થાય, પછી ચેતનાશક્તિ અને જડશક્તિ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ સમજાય. જયાં સુધી ઈંડુ અને અંદરનો જીવ સાથે છે. ત્યાં સુધી જ ભાગીદારી છે. જ્યાં સુધી પાંદડુ ઝાડ પર છે, ત્યાં સુધી ચેતના બાહ્ય જીવંત રૂપથી ઓળખાય છે પણ જ્યારે ઈંડુ ફોડી પક્ષી ઊડી જાય, વૃક્ષમાંથી પાંદડું છૂટું પડી જાય, પછી જીવ બીજી દિશામાં જાય છે. ઈંડુ અને સુકું પાંદડું વિલય થાય અને અંદરના જીવ ઊર્ધ્વગામી બને છે. અંતે આપણે એ સમજીએ છીએ કે “મારી અંદર એવું એક તત્ત્વ છે જે મારું સમગ્ર જીવન ઘડે છે.” બાહ્ય દષ્ટિએ એમ લાગે છે કે મગજ બહુ કામ કરે છે. પણ ખરી રીતે મગજ પણ એક યંત્ર છે, તેની પાછળનું મન એ મોટર જેવું છે. પણ આ બધાનો મુખ્ય સૂત્રધાર-ઈજનેર સંચાલક જીવતત્ત્વ છે. આ ચેતનાશક્તિ જ્યારે મગજને છોડી જાય છે ત્યારે જ સમજાય છે કે મગજ તો મશીન છે. એ બગડી પણ જાય અને રોગ પણ થાય, એ બંધ પણ પડે. તેનું પૃથ્થકરણ કરી રોગને શોધી શકાય છે, પણ તેનો હેતુ શોધી શકાતો નથી, કારણ કે તેને માટે એક પણ પ્રયોગશાળા નથી, કારણ કે જીવ-ચેતનાશક્તિ અરૂપી છે. જીવનઘડતર કરનાર સ્પંદનો ચેતનાશક્તિ અને જડશક્તિ અને સંયુક્ત રીતે કેમ જોડાય છે તે હવે જોઈએ. જ્યારે મન સ્વચ્છ, પારદર્શક અને શુદ્ધ ન હોય, ત્યારે તે

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86