Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 25
________________ ૧૮ જીવનની પ્રત્યેક પ્રવૃત્તિ તમારાં બંધન તોડવા અને નિશિચત હેતુપર્ણ દિશામાં પ્રગતિ કરાવનાર હોવી જોઈએ. જયારે તમે પ્રગતિકારક પંથની પસંદગી કરશો, ત્યારે ધ્યેય પ્રતિ પ્રગતિની તમને દૂઢ પ્રતિતી અવશ્ય થશે. ચેતનશકિત પણ જડના સાથથી આ વિશ્વમાં કાર્યશીલ બને છે. અનાદિકાળથી તેઓ સાથે જે કરે છે તેજ આખા વિશ્વમાં પ્રગટ થાય છે. કંપનો સતત પરિવર્તનશીલ, પ્રવાહી છે, અને જીવંત જીવનાં પ્રતીકો છે. અહીં જ તમારી સ્વતંત્રતા છે. મહાન આશા છે કે અણુ પર આત્માના પ્રકાશને એકાગ્ર કરીને તમે વિનાશાત્મક કંપનોને ખસેડી સર્જનાત્મક કંપનોની તમારી ભાવિ મુસાફરી નકકી કરી શકશો. વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ પ્રાણી મનુષ્ય છે. તેણે ભૌતિક સિદ્ધિઓ દ્વારા ચંદ્રને સ્પર્શે અને આત્મસિદ્ધિ દ્વારા મોક્ષ મેળવ્યો. આજે માનવી જયારે ક્ષણિક ભૌતિક સુખને મેળવે છે ત્યારે આત્માના અનંત આનંદને મેળવી શકતો નથી. માનવી આખા જગત સાથે સંબંધ બાંધવાની આંધળી દોટમાં પોતાની જાત સાથેનો સંબંધ ખોઈ બેઠો છે. આખા જગતને ઓળખવાની તાલાવેલીમાં માનવી પોતાના જ સ્વરૂપને ભૂલી ગયો છે. પોતાના સ્વરૂપને પામવા માટે આ જડ અને ચેતનનો ભેદ સમજવો જરૂરી છે.

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86