Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 15
________________ નિર્જિવ થઈ જાય છે. તેનો જીવ ચાલ્યો ગયો હોય છે. અને બાહ્ય જડ કલેવર માત્ર રહી જાય છે. વનસ્પતિમાં યા પશુમાં ચેતનતત્ત્વ મનુષ્ય જેટલું વિકાસ પામ્યું ન હોય, ખૂબ અલ્પ હોય છતાં તે જીવતત્ત્વ તો છે જ. આ લોકોમાં જીવન હોત તો તેઓ હલનચલન યા વિકાસ ન કરી શક્ત. જીવનચકની પ્રક્રિયા બધામાં એકસરખી છે. શરીરમાંથી આ ચેતનતત્ત્વ જ્યારે વિદાય લે છે, ત્યારે શરીર એક ખાલી ખોખું જડ, પદાર્થ બની જાય છે. ચેતનાશક્તિ જે આત્મા ના નામે જાણીતી છે તેની મુખ્ય કક્ષા છે ચેતના. જયાં ચેતના નથી ત્યાં ત્યાં જડ પદાર્થ, પુગળ રહે છે. જેનો સ્વભાવ પૂરાવું અને ખાલી થવું એમ છે. દા.ત. પૃથ્વી-પાણી, અગ્નિ, વાયુ વિ.નાં બાહ્ય રૂપો રાંળ જેવા છે. જડ પદાર્થોમાં ચેતના નથી. પણ તેઓ પાસે રંગ, રૂપ, સુગંધ અને સ્પર્શ જેવા ગુણો છે. જડનાં સ્પંદનોનો અનુભવ કરી શકાય છે. ભૌતિક વિશ્વના ગણિતને તેઓ આધીન છે. કર્કશથી મૃદુ તેમની શ્રેણી છે. કર્કશ પદાર્થ દેખાય છે, અનુભવી શકાય છે, પણ સૂયમ પદાર્થ દેખાતો નથી, અનુભવી શકાય છે. દા.ત. લાખો અણુઓ અને પરમાણુઓ હવામાં અદૃશ્ય રીતે ઘૂમે છે. આમાના કેટલાક અમીબા (amoeba), બેકટેરીયા, અને વાઈરસમાં ખરેખર ચેતના હોય છે. જ્યારે બીજા સૂકા અણુ-પરમાણુ નિર્જીવ હોય છે. કેટલીક વખત જડ પદાર્થોમાં પણ એટલી બધી શકતી હોય છે કે તેઓ મનુષ્યના માનસિક સ્તરને ઢાંકી શકે,

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86