Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 17
________________ ૧૦ છે. જેમ સૂર્ય પોતાના કિરણો પ્રસારી દુનિયાને ગરમી આપે છે પુષ્ટ કરે છે, તેમ શુદ્ધ આત્મા પોતાના સમસ્ત કેન્દ્રમાંથી વિશ્વપ્રેમનાં કિરણો પ્રસારી જીવનને શાંતિ અને સુખથી પુષ્ટ કરે છે. દશ્ય પદાર્થ ઉપરાંત જડ શક્તિનાં બીજા ચાર અદશ્ય તત્ત્વો છે. તે બધા અમૂર્ત તત્ત્વો કહેવાય છે. અને તે છે ગતિ, સ્થિતી, અવકાશ તથા કાળ. આત્મા અને પદાર્થ બન્ને આ દુનિયામાં આ ચારના સંબધમાં રહી કામ કરે છે. ગતિ અને સ્થિતિ એકાન્તર પ્રક્રિયાને જન્મ આપે છે જે આ ભૌતિક દુનિયામાં સંતુલન જાળવે છે. માત્ર ગતિ હોય તો આકર્ષજ્ઞ ન હોય, અને માત્ર સ્થિતિથી કોઈ હલનચલન ન હોય. આ બન્ને સિદ્ધાંતો આત્મા અને પદાર્થ બન્નેની ગતિ અને સ્થિરતા માટે પરસ્પર સહકારી કારણો છે. ગતિ અને સ્થિતી વચ્ચે જે અણુઓનું સતત સર્જન થાય છે તે આ પ્રક્રિયાનું પરિણામ છે. આ બન્ને એકબીજા સાથે અથડાય છે. અને ચીનના ઘંટની જેમ આઘાત-પ્રત્યાઘાત ના આધોષ ઉત્પન્ન કરે છે. અનંતકાળ સુધી એકબીજાથી છૂટા પડવું ભેગાં થવું એવા અણુ-પરમાણુના સ્વભાવમાં પ્રકૃતિનાં તત્ત્વોનું ચક્ર સતત ફર્યા કરે છે. જડ પ્રક્રિયામાં ગતિનું ધ્યેય ગળવું અને પૂરાવું એ સિવાય બીજું કાંઈ નથી. પણ ચેતન પાસે દિશા છે. ચેતનાશક્તિ દીપકની જ્યોતિની જેમ ઉર્ધ્વગામી છે. તે પોતાના શિખર પર ન પહોંચે ત્યાં સુધી ઊંચે ચઢવાની

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86