Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 16
________________ બદલી શકે અને બીજી રીતે પ્રભાવિત કરી શકે. દા.ત. દારૂ, ગાંજો-ભાંગ, અફીણ અને બીજા માદક પદાર્થો. એક વખત આ નશો શરીરમાં પ્રવેશ્યો એટલે તુરંત જ તે શરીર અને મન પર અસર કરે છે, મગજના તતુંઓને બાળી મૂકે છે, તે પરિવર્તનમાં આત્માની મૂળ સ્થિતિ પુનઃપ્રાપ્ત કરવી લગભગ અશક્ય બને છે. આત્માનાં સ્પંદનો કદી પણ ભૌતિક પદાર્થથી બંધાય નહિ, પ્રભાવિત થાય નહિ યા તેના નિયંત્રણમાં આવે નહિ. પણ અજ્ઞાન, લોભ, ક્રોધ વિ. મલિન ભૌતિક પ્રધાન ભાવોની સંગતમાં ચેતનની શક્તિ ઢંકાઈ જાય છે - આવરાઈ જાય છે. આપણું ખરું કામ આ જ છે કે મનને શુદ્ધ કરવું. માનવચેતનના ઝળહળતા પ્રકાશનું પ્રતિબિંબ પાડે એવું મન તૈયાર કરવું. આત્મા શરીરમાં હોય ત્યા સુધી તેણે આ જ કાર્ય કરવાનું છે. સમ્યક જ્ઞાનના અજવાળામાં, ધ્યાનના સતત અભ્યાસથી આત્માનાં આવરણો હટી જાય છે. આત્મા મનની ખંડનાત્મક દશાને ઉત્પન કરતાં મલિન સ્પંદનોનો નાશ કરી શકે છે. ખંડનાત્મકતાને બદલે સર્જનાત્મકતા આવે છે. અને અંતે ચેતનનાં અભૌતિક અને અમાપ્ય સ્પંદનો તેમની ભૌતિક શકિથી બહાર ફેલાઈ સમગ્ર વિશ્વના જીવોને આવરી લે છે. એક વખત આત્માના તરંગો આટલી ઊંચી કક્ષાએ શુદ્ધ થાય, પછી તે શુદ્ધ શક્તિનાં પ્રકાશવંત કિરાણો બની જાય છે. મન તો માત્ર આ મહાન શક્તિનું એક અલ્પાંશ

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86