Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 14
________________ જ્ઞાનનો પ્રકાશ ઝળહળી ઊઠે છે. અને તમે પાછળનું નિરીક્ષણ કરી અંધકાર દૂર ન થાય ત્યાં સુધી થોભી જવારૂપ પ્રતિક્રમણ કરી, કરેલી ભુલોનું પ્રાયશ્ચિત કરી શકો છો. તેનાથી લાગેલ મલિનતાને દૂર કરી શકો છે. આ રીતે જાગૃતિ અને સ્વનિરીક્ષણની સતત પ્રક્રિયાથી એક નૂતન જાગૃતિનું પ્રભાત ઉદિત થાય છે. હવે મન આત્મા પર કોઈપણ પ્રકારે નિયંત્રણ કરી શકતું નથી. હવે આત્મા મન પર અધિકાર ચલાવે છે. આત્માના અનંત સહજ ગુણો પ્રગટવા લાગે છે. ચેતન અને જડ શક્તિનું વર્ણન અનેક પ્રકારે થઈ શકે છે. ચેતનનો સહજ ગુણ છે ચેતનાત્મક જાગૃતિ. ચેતના ભલે બાહ્ય દૃષ્ટિએ દૃશ્ય ન હોય, પણ ચેતના જ્યાં હોય છે ત્યાં દરેક જીવવાળા પદાર્થમાં વિકાસ હોય છે. એક નાનો વનસ્પતિનો છોડ પણ શ્વાસોચ્છવાસની ક્રિયા કરે છે. વિકાસ પામે છે અને સડે પણ છે. આ બધી ક્રિયાઓનું મળ કારણ જીવ છે. વનસ્પતિના છોડને પાણી પાવામાં ન આવે તો તે કરમાઈ જાય છે. કરૂણાથી કરી તમે પાણી પાવ તો તે પાછો ખીલી ઊઠે છે. માતૃવૃક્ષને વળગી રહેલ એક નવા અંકુરને જુઓ. તે જેમ -જેમ વિકરે તેમ-તેમ તેના કદ, પ્રકૃતિ અને રંગ બદલાયા કરે છે. કોઇક વખત તેની શુરૂઆત ગુલાબી નસોથી થાય છે જે પરીપક્વ થતાં લીલો રંગ ધારણ કરી તાજી સુગંધ આપે છે. વૃક્ષની સાથે સંલગ્ન હોય ત્યાં સુધી તે ખીલેલું અને જીવંત રહે છે, પણ એક વખત તે વૃક્ષથી છૂટું પડી જાય એટલે તે કરમાઈ જાય છે. તે જીવ વગરનું

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86