Book Title: Hastprat Vidya ane Agam Sahitya Author(s): Niranjana Vora Publisher: Gujarat Vidyapith AhmedabadPage 42
________________ પ્રાચીન ગુજરાતી હસ્તપ્રતો : જતન-સંરક્ષાણની પદ્ધતિ અને ઇતિહાસ ૨૭ હસ્તપ્રતોની નકલ કરાવેલી. પછી મુંબઈ સરકારને નિવેદન કરીને ૧૮૮૬માં પ્રો. કથપટે તથા પ્રો. ભાંડારકર પાસે હસ્તપ્રતોની સૂચિ કરાવીને જાળવણી માટે વ્યવસ્થા સૂચવેલી. વડોદરા રાજ્ય તરફથી ૧૮૯૨માં મણિલાલ નભુબાઈ ત્રિવેદી સયાજીરાવ ગાયકવાડની આજ્ઞાથી અનેક મહત્ત્વની હસ્તપ્રતોની નકલો કરાવીને એના અનુવાદો અને પ્રકાશન પણ કર્યા હતાં. ૧૮૮૩માં ડૉ. પિટર્સને પણ પ્રાચીન હસ્તપ્રતોની જાળવણી માટે મુંબઈ સરકારની આજ્ઞાથી પ્રયત્નો કરેલા, નકલો કરેલી અને સૂચિ તૈયાર કરાવેલી. ૧૦:૩ : સરકારી અમલદારો અને સરકારને આશ્રયે, એમના પ્રોત્સાહનથી, થયેલા પ્રયત્નોની વિગતો નોધી, પણ એ ઉપરાંત અને સંશોધકો દ્વારા સમાજસંઘની મદદથી અને સ્વરૂચિથી પણ હસ્તપ્રત જાળવણીનાં અને એના સમુદ્ધારનાં કાર્યો થયેલાં. શ્રી સી. ડી. દલાલે પ્રવર્તક શ્રી કાન્તિવિજયજીના શિષ્ય મંડળની સહાયથી અનેક દુર્લભ હસ્તપ્રતો મેળવી અને એમના સંરક્ષણ માટે વડોદરામાં પ્રાચ્ય વિદ્યામંદિરની સ્થાપના કરવામાં આવી. ગાયકવાડ ઑરિએન્ટલ સિરીઝ' નામની ગ્રંથમાળા હેઠળ હસ્તપ્રતની સૂચિઓ તથા મહત્ત્વની કૃતિઓ પ્રકાશિત કરવાનું નોંધપાત્ર કાર્ય કરેલું, એ કાર્ય તૂર્ત જ યાદ આવે છે. મુનિ શ્રી પુણ્યવિજયજીએ આ હસ્તપ્રતોના સંરક્ષણની. સૂચિકરણની આ પ્રવૃત્તિમાં બહુ મોટું યોગદાન આપ્યું છે. અમદાવાદની એલ. ડી. ઇન્સ્ટિટયૂટ ઑફ ઇન્ડોલોજી એમની પ્રેરણાનું પરિણામ છે. હસ્તપ્રતોની જાળવણીની એક એકત્રીકરણની તથા નકલોની કામગીરીમાં પણ તેમનું મહત્ત્વનું પ્રદાન છે. એલ. ડી. સિરીઝ હેઠળ મહત્વની કૃતિઓનું પ્રકાશન પણ થતું રહે છે. આવું જ બીજું મહત્વનું પ્રદાન મુનિ શ્રી જિનવિજયજીનું છે. ગૂજરાત વિદ્યાપીઠમાં ગુજરાત પુરાતત્વ મંદિર’ હેઠળ તેમણે જે પ્રવૃત્તિ કરી અને મધ્યકાલીન ગદ્યકૃતિઓ, પદ્યકૃતિઓના ઉદ્ધાર માટે તેમણે જે પ્રયત્નો કર્યા એની ભારત અને ભારત બહાર પણ નોધ લેવાઈ છે, હસ્તપ્રતોના સંરક્ષણ ઉપરાંત તેમના પ્રકાશનની કામગીરી એમની ઊંડી સૂઝ અને પ્રાચીન હસ્તપ્રતો પરત્વેની પ્રીતિની ઘાતક છે. 'સિંધી જૈન ગ્રંથમાળા’ દ્વારા ભારતીય વિદ્યાભવન, મુંબઈ અને શાંતિનિકેતનના માધ્યમથી પણ તેમણે હસ્તપ્રતોના સમુદ્ધાર માટેની પ્રવૃત્તિઓ કરેલી. એમની આ સેવાઓને કારણે આપણે એમના ઋણી રહીશું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218